ભત્રીજો યુવતીને ભગાડી જતા કાકા ઉપર પાંચ શખ્સોનો હુમલોMay 17, 2019

  • ભત્રીજો યુવતીને ભગાડી જતા કાકા ઉપર પાંચ શખ્સોનો હુમલો

આટકોટ તા,17
આટકોટના મોટા દડવામાં ભત્રીજો યુવતીને ભગાડી ગયો હોઇ તે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ કાકા પર લાકડી-પાઇપથી હુમલો કરતા ફરીયાદ નોંધાય છેે.
મળતી વિગત મુજબ મોટા દડવાના વતની હાલ સુરત મોટા વરાછા સુદામા ચોકમાં અભિષેક એપાર્ટમેન્ટમાં બ્લોક નં. ર04માં રહેતા સુરેશભાઇ દેવશીભાઇ પરમાર (ઉ.વ.4પ) (લુહાર) મોટા દડવા ગામે આવ્યા હતાં અને પરમ દિવસે પોતાના ઘર પાસે હતાં ત્યારે તેનો ભત્રીજો ધવલ બે વર્ષ પહેલા હિતેશ પ્રભાતભાઇ ચાવડાની બહેનને ભગાડી ગયો હોઇ, તે બાબતનો ખાર રાખી યુવતીનો ભાઇ હિતેશ ચાવડા (ઉ.વ.ર7, વિશાલ ધરમનભાઇ ચાવડા (ઉ.ર1), રાહુલ પ્રભાતભાઇ ચાવડા (ઉ.વ.ર0), જનક ધરમનભાઇ ચાવડા (ઉ.ર4) (રહે. મોટા દડવા) ઘર પાસે આવી સુરેશભાઇ પરમાર સાથે ઝઘડો કરી લાકડી તથા પાઇપ વડે માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે સુરેશભાઇ પરમારે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ કે.પી. મેતાએ તપાસ આદરી છે.