દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી જોગવડ નજીકથી ઝડપાયોMay 17, 2019

  • દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી જોગવડ નજીકથી ઝડપાયો


જામનગર તા.17
સને-2018 ના વર્ષમાં પ્રોહી ધંધાર્થી ખીમરાજ ઉર્ફે ખીમો નાથસુર વિરૂધ્ધ મેઘપર પો.સ્ટે.માં બે ઇંગ્લીશ દારૂમાં તેમજ સીક્કા પો.સ્ટે.માં બે ઈંગ્લીશ દારૂના કેસ નોંધાયેલ જે ચાર ગુનામાં નાસતો ફરતો હોય જે ઇસમ અંગે એલસીબી સ્ટાફના સંજયસિંહ વાળા તથા અજયસિંહ ઝાલાને બાતમી રાહે હકીકત મળેલ કે આ નાસતો ફરતો આરોપી ખીમરાજ ઉર્ફે ખીમો નાથસુર રહે.જોગવડ તળાવ નેશ તા.લાલપુર જી.જામનગરવાળો જોગવડ પાટીયે હોવાની હકીકતના આધારે મજકુરને પકડી પાડી મજકુરને એએસઆઇ જયુભા ઝાલાએ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.