માલધારીઓને દૂધનો ભાવ નીચો દેવા બદલ સરકારનો આભાર માન્યો ! May 17, 2019

  • માલધારીઓને દૂધનો ભાવ નીચો દેવા બદલ સરકારનો આભાર માન્યો !

ધોરાજી તા. 17
ધોરાજી પંથક નાં માલધારી સમાજ સાથે સરકારે અન્યાય કરતા સમાજે સરકારનો આભાર માની અનોખો વિરોધ કર્યો હતો. ચૂંટણી વખતે કોંગ્રેસ અને ભાજપના મત માંગવા આવતા ઉમેદવારો પણ માલધારી સમાજના પ્રશ્નોના ઉકેલમાં નિષ્ફળ.
ખેડૂતો ને 6000 ની સહાય તો માલધારી ઓ ને ખોળમાં ભાવ વધારો ખેડૂતો ને 2000 ની સહાય તો માલધારી ઓ ને દૂધ નો ભાવ નીચો દેવા બદલ આભાર ખેડૂતો ને દર વર્ષે વીમો માફ તો માલધારી નો માલ ભુખો મરે તો ય ઘાસ ની સહાય નહીં તે બદલ આભાર માની ધોરાજી પંથક નાં માલધારી ઓ એ આવેદનપત્ર મામલતદાર કચેરી અને ડેપ્યુટી કલેકટર કચેરી ને આપીને વિરોધ પ્રગટ કર્યો હતો.