ભાવનગરમાં મકાનમાં છૂપાવેલ 35 પેટી દારૂનો જથ્થો પકડાયોMay 17, 2019

ભાવનગર તા,17
ભાવનગરના ઉતર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ વણકરવાસનાં બી ડીવીઝન પોલીસે દરોડો પાડી 35 પેટી ઈંગ્લીશ દારૂ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ઉતર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ વણકરવાસમાં રહેતા પ્રવિણ શામજીભાઇ રાઠોડે તેના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે વહેલી સવારે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની 35 પેટી કબ્જે કરી હતી. પોલીસને જોઇને આરોપી ફરાર થઇ ગયો હતો.
બી ડીવીઝન પોલીસે રૂા. 1 લાખ 68 હજારની કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.