સાવરકુંડલાના રત્ન કલાકારને પાલીતાણામાં વ્યાજખોરની ધમકીMay 17, 2019

અમરેલી તા.17
સાવરકુંડલાનો રહિશ અને હાલ સુરત રહેતા એક રત્ન કલાકારે વ્યાજખોર પાસેથી વ્યાજે લીધેલ રકમ રૂા.2.50 લાખ ચુકવી આપવા છતાં પણ વ્યાજખોરો ઘરમાં ઘુસી વ્યાજનાં રૂા.11 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતાં હોવાની ઘટનાથી ભારે ચકચાર જાગેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલાના મારુતિનગરમાં રહેતો અને હાલ સુરત સ્થિત નિલેશ મનુભાઇ શેલાર ઉ.વ.29 નામનાં રત્ન કલાકારે ભુપત પરશોતમ ઉર્ફે જાની રે.લીલીવાવ-પાલીતાણા વાળા શખ્સ પાસેથી ઉંચા વ્યાજે રૂા.2.50 લાખ લીધેલ હતા. જે રકમ વ્યાજખોરને હપ્તે હપ્તે ચુકવી દીધેલ હતાી તેમ છતાં પણ વ્યાજખોર દ્વારા વધુ રકમ વસુલવા ફોન ઉપર ધમકી આપવામાં આવતી હતી.
આટલેથી નહીં અટકતા વ્યાજખોર શખ્સ તેમજ લાલો ભરવાડ રે.પાલીતાણા મેરો ભરવાડ રે.સા.કુંડલા વાળા સહિત ત્રણ શખ્સોએ ઘરમાં ઘુસી પરીવાર જનો વચ્ચે રૂા.2.50 લાખની રકમનું વ્યાજ રૂા.11 લાખ ચુકવવા ધમકી આપતાં આખરે ત્રતેય શખ્સો સામે સાવરકુંડલા સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.