કોડીનારના કાજ ગામે મહિલા ઉપર બૂટલેગરનો હુમલો, દૂકાનમાં તોડફોડMay 17, 2019

કોડીનાર તા,17
કોડીનાર પંથકમાં દારુના હાટડાઓની ફરિયાદો અવાર નવાર થાય છે. યાગ બુટલેગરોને જાણે પોલીસની કોઈ બિક જ નથી ત્યારે વધુ એક ઘટના ગઈકાલે કોડીનાર તાલુકાના કાજ ગામે બન્યાની કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાયેલ છે.
કોડીનારના કાજ ગામે રહેતા રામશીંગભાઈ ઝાલાની બાજુમાં રહેતા રાણાવર જગમાલભાઈ ઝાલા દારુનો ધંધો કરતા હોય તેને ત્યાં અવાર-નવાર દારુ પીનારાઓની અવાર જવર રહેતી હોય તે લોકો દારુપીને દારુની ખાલી થેલીઓ રામશીંગભાઈના ઘરપાસે ફેંકતા આ બાબતે તેઓના પત્નીએ ગંદકી ન કરવા ટકોર કરતા રણાવરભાઈ જગમાલભાઈ, મંજુબેન રણાવરભાઈ, વિજયભાઈ રણછોડભાઈ, અજયભાઈ રાણાવરભાઈએ એક સંપ કરી પ્રવિણાબેન ઉપર હુમલો કરી દીધો હતો ત્યારબાદ 108 મારફત કોડીનાર દવાખાને સારવાર માટે લાવેલ ત્યારબાદ તેમના પતિએ ઉપરોકત શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા તેનું મનદુ:ખ રાખી રામશીગભાઈ હુમલો કરી તેની દુકાનમાં તોડફોડ કરતા રામશીગભાઈએ 100 નંબર ઉપર ફોન કરતા પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે.