પેટ્રોલ 8 પૈસા સસ્તુ અને ડીઝલ 5 5ૈસા મોંઘુ થયુંMay 17, 2019

  •  પેટ્રોલ 8 પૈસા સસ્તુ અને ડીઝલ 5 5ૈસા મોંઘુ થયું

રાજકોટ તા. 17
અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી. સ્થાનિક બજારમાં પેટ્રોલના ભાવમાં સતત બીજા દિવસે રાહત જોવા મળી છે. જ્યારે ડીઝલના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી. રાજધાની દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલ જૂના સ્તર (બુધવાર વાળા ભાવ) 71.18 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર યથાવત રહ્યો. બુધવારે પેટ્રોલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો આવ્યો હતો. આ દરમિયાન પેટ્રોલ લગભગ 1.82 રૂપિયા તૂટ્યો હતો. આ પ્રકારે ડીઝલમાં પણ 80 પૈસાની મંદી આવી હતી. શુક્રવારે પેટ્રોલ પ્રતિલિટર 8 પૈસા સસ્તુ તો ડિઝલ 5 પૈસા મોઘું થયું હતું.
દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 71.18 રૂપિયા, 76.77 રૂપિયા, 73.23 રૂપિયા અને 73.85 રૂપિયાના જૂના સ્તર પર યથાવત રહ્યા. બીજી તરફ ડીઝલના ભાવમાં 5 પૈસાનો વધારો નોંધાયો. આ તેજી બાદ દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં ભાવ ક્રમશ: 65.91 રૂપિયા, 69.03 રૂપિયા, 67.64 રૂપિયા અને 69.64 ના સ્તર પર જોવા મળ્યા. એનસીઆરમાં ગુરૂવારમાં પેટ્રોલ 71.40 રૂપિયા અને નોઇડામાં 70.89 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઇ રહ્યું છે.
સ્થાનિક ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરે છે અને નવા ભાવ સવારે 6 વાગ્યાથી પેટ્રોલ પંપ પર લાગૂ થઇ જાય છે. ઓઇલ કંપનીઓ બજારમાં ઓઇલના ભાવના આધારે સ્થાનિક કિંમતો નક્કી કરે છે. તેના માટે 15 દિવસની સરેરાશ કિંમતોને આધાર બનાવવામાં આવે છે. આ ઉપરાંત રૂપિયા અને ડોલરના વિનિમય દરથી પણ ઓઇલના ભાવ પ્રભાવિત થાય છે. ગુજરાતમાં શુક્રવારે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો રાજ્યના મુખ્ય શહેરો
શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદમાં રૂ 68.56 રૂ 68.88
રાજકોટમાં રૂ 68.34 રૂ 68.81
સુરતમાં રૂ 68.56 રૂ 68.90
વડોદરામાં રૂ 68.29 રૂ 68.61
ગાંધીનગરમાં રૂ 68.75 રૂ 69.07
પ્રતિ લીટર વેંચાઇ રહ્યું છે.