ગોધરાનો શખ્સ તંત્રની આંખમાં ધૂળ નાંખી પાકિસ્તાન ફરી આવ્યોMay 17, 2019

ગોધરા તા,17
ગોધરાના એક રહીશે ક્રિમિનલ ગુનાઓની હકીકત છુપાવી એજન્ટ મારફતે પાસપોર્ટ કઢાવી પાકિસ્તાન ખાતે વિઝીટર વિઝા ઉપર જઈ ભારત પરત આવતા ગોધરા એસ.ઓ.જી. પોલીસે પાસપોર્ટ કઢાવનાર શખ્સની ધરપકડ કરી હતી અને પાસપોર્ટ એજન્ટ સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પાસપોર્ટ એજન્ટ પોલીસ પકડથી હજી દૂર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે મહેફુઝ આદમ ધંત્યા (રહે.મહોમદી મહોલ્લા,ગોધરા) જુદા જુદા ક્રિમિનલ ગુનામાં સંડોવાયેલો હોવા છતાં પાસપોર્ટ વિઝા મેળવી પાકિસ્તાન જઈને પરત આવેલ છે તે હકીકતના આધારે પોલીસે તેની મેશરી નદીના પુલ પર થી અટકાયત કરી હતી.
તેની પાસેથી ઇન્ડિયન પાસપોર્ટ મળ્યો હતો જે પાસપોર્ટ ના આધારે પાકિસ્તાન ખાતે વિઝીટર વિઝા ઉપર તા.2 ફેબુ્રઆરી 2019 થી 23 માર્ચ 2019 સુધી કરાચી પકિસ્તાન ખાતે ગયેલા હોવાની કબૂલાત કરી હતી પોલીસે વધુ પુછપરછ કરતા જણાવ્યું હતું કે ક્રિમિનલ ગુનાના કામે મારી ધરપકડ થયેલ છે જે ગુનાઓમાં જામીન પર છૂટયો છું અને આ કેસો કોર્ટ માં પેન્ડિંગ છે તેમ છતાં મારે પાસપોર્ટ મેળવવો જરૃરી હોય પાસપોર્ટેની અરજીમાં ગુનાની વિગતો છુપાવી હતી.
પરંતુ આ હકીકત પાસપોર્ટ ફોર્મમાં દર્શાવી હોત તો મને પાસપોર્ટ મળત નહીં જેથી મેં ક્રિમિનલ ગુનાઓની માહિતી પાસપોર્ટ અરજીમાં ન જણાવી પાસપોર્ટ ઓફિસથી પાસપોર્ટ મેળવી વિઝા પર પાકિસ્તાન ગયેલ અને જે પાસપોર્ટ અરજી કરતી વખતે મેં મારા એજન્ટ તૈયબ અબ્દુલ સલામ મોહન (રહે.પોલનબજાર,ગોધરા) ને ક્રિમિનલ ગુનાઓમા સંડોવાયેલો હોવાની હકીકત જણાવી હતી પરંતુ તેને કહેલ કે તારે પાસપોર્ટ મેળવી પાકિસ્તાન જવું હોય તો ગુનાની હકીકત પાસપોર્ટ અરજી ફોર્મમાં જણાવતો નહીં જેથી મેં ગુનાઓની માહિતી પાસપોર્ટ ઓફિસમાં ન જણાવી પાસપોર્ટ મેળવી વિઝા ઉપર પાકિસ્તાન ગયેલ હોવાનું જણાવ્યું
હતું પોલિસે પંચનામું કરી પાસપોર્ટ કબ્જે લીધો હતો અને સમગ્ર હકીકત બહાર આવતા પોલીસ પણ ખુદ ચોકી ઉઠી હતી.
પોલીસે પાસપોર્ટ કઢાવનાર મહેફુઝ ધત્યા ની ધરપકડ કરી જરૃરી પુછપરછ હાથ ધર્યા બાદ પાસપોર્ટ એજન્ટ સહિત બંને સામે પાસપોર્ટ એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.