ખંભાળિયાની લાયબ્રેરીમાં ઘુસી ગયા ગટરનાં પાણીMay 17, 2019

  • ખંભાળિયાની લાયબ્રેરીમાં ઘુસી ગયા ગટરનાં પાણી

ખંભાળિયા,તા.17
ખંભાળીયામાં આજે સવારે અહીંની મુખ્ય બજારમાં શરણેશ્ર્વર મહાદેવ પાસે 100 વર્ષથી વધુ સમય જુની પ્રજાબંધુ લાયબ્રેરીમા ગટરના પાણી ઘુસી જતા તથા પછવાડેના ભાગમાં એક એક ફુટ પાણી ભરાતાં લોકો દોડી ગયા હતા.
શરણેશ્ર્વર મંદિર પાસેની આ લાયબ્રેરીમાં બાજુના મંદિરમાં ચાલતા કામમાં ગટરની પાઈપ અને પાણીની પાઈપ તુટી જતા આ પ્રેશરથી ગટર સાથે પાણી લાયબ્રેરીમા ઘુસી ગયા હોવાનું મનાય છે.
આ અંગે પાલિકા પ્રમુખ શ્ર્વેતાબેન શુકલ તથા ચીફ ઓફીસરશ્રી એ.કે. ગઢવીને જાણ કરાતાં તેમણે સફાઈ ઈન્ચાર્જ રામદેવસિંહ જાડેજાને ટીમ સાથે મોકલતા તેમણે પાઈપ તોડીને પાણીનો નિકાલ કરવા તથા ગટરનું પાણી બંધ કરવા પ્રયત્નો ચાલુ કર્યા હતા.
જો કે લાયબ્રેરીમાં એટલુ પાણી ભરાયુ હતું કે લાયબ્રેરીમાંથી બહાર પાણી નિકળવા લાગ્યુ હતુ.