અમરેલીના ફતેપુરા ખાતે ભોજલરામ બાપાના પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશેMay 17, 2019

અમરેલી તા.17
ભોજલધામ અમરેલી જિલ્લાના ફતેપુરગામે પ્રાત:સ્મરણીય પુજય ભોજલરામ બાપાનો 234 મો પ્રાગટય મહોત્સવ વૈશાખી પુર્ણિમાના પાવન દિને તા.18/5/2019 ને શનિવારના રોજ શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ધામધુમથી ઉજવવામાં આવશે.
ધરમના ધામ તણાં આ ભોજલધામ માં દર વરસે પુજય ભોજલરામ બાપાનો પ્રાગટય મહોત્સવ ધામધુમપુર્વક ઉજવાઇ છે દેશ/વિદેશના લાખો ધર્મ પ્રેમી, શ્રદ્ધાળુઓને પ્રેમ, ભકિત અને શ્રદ્ધાનો પ્રસાદ ચખાડે છે. આ મહોત્સવમાં મુંબઇ, વાપી, સુરત, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જુનાગઢ, જામનગર, તથા અમરેલી જીલ્લાના ઉદ્યોગપતિઓ તથા આગેવાનો અને સંતો મહંતો ખાસ હાજરી આપશે.
પુજય ભોજલરામ બાપાનો 234 મો પ્રાગટય મહોત્સવના કાયૃક્રમમાં દર વરસની જેમ પ્રભાતે 6:00 કલાકે પુ.બાપાના સ્મૃતિ ચિન્હોનું પુજન, સવારના 8:30 કલાકે રકતદાન કેમ્પનું ઉદ્ઘાટન, સવારે ના 9:00 કલાકે ફુલ સમાધી પર ઘ્વજારોપણ, સવારે 9:30 કલાકે નેત્રનીદાન કેમ્પનું ઉદ્ઘાટન, બપોરના 12:00 કલાકે ભોજન પ્રસાદ, સાંજના 5:00 કલાકે ધર્મસભા
જેમાં પૂ.શ્રી એસ.પી.સ્વામી-સ્વામીનારાયણ મંદિર-ગઢડા, પૂ.શ્રી દુર્ગાદાસ બાપુ લાલજી મહારાજની જગ્યા-સાયલા, પુ.મહંતશ્રી વ્રજલાલબાપુ-વાલમરામબાપાની જગ્યા-ગારીયાધાર, પૂ.શ્રી બાબુરામ બાપુ ઘના ભકતની જગ્યા-ધોળા, પુ.શ્રી રાધાકૃષ્ણ શાસ્ત્રી-કથાકાર-રામપર, પૂ.શ્રી જેરામબાપુ-આપાગીગાની જગ્યા-બગસરા, પૂ.શ્રી સ્વામી વિશ્ર્વવીહારી-ગુરુકુળ-વિરપુર, પુ.શ્રી લવજીબાપુ-ખોડીયાર મંદિર-નેસડી, પૂ.શ્રી ભાર્ગવદાદા - કથાકાર-ભોરીંગડા, વિગેરે સંતો મહંતો હાજરી આપશે તથા દિવ્ય વાપીનો લાભ આપશે ત્યારબાદ સાંજના 8:30 ભોજન પ્રસાદ લિધા બાદ રાત્રીના 9:00 કલાકે ભજન સંતવાણી જેમાં પ્રસીદ્ધ કલાકારો-યોગીતાબેન પટેલ, મનસુખભાઇ વસોયા, ફરીદાબેન મીર, અંકીત ખેની સંતવાણીનો લાભ આપશે.
સવારના 10 થી બપોરના 12 તથા બપોરના 2 થી સાંજના 5 કલાક સુધી કથાકાર શ્રી ભાર્ગવ દાદા-ભોરીંગડા વાળાના દિવ્ય સ્વરમાં
ભોજલ જ્ઞાન કથા જેમાં
સંતશ્રી પૂ.ભોજલરામબાપાના જીવનચરીત્રના પાવન પ્રસંગ
તથા જલારામબાપા તથા વાલમરામબાપાના જીવનગુરુ મહીમાના પ્રસંગોને પણ વણી લેવામાં આવેલ છે.
પુજય ભોજલરામ બાપાના પ્રાગટય મહોત્સવના પાવન અવસરે અનોખો સેવાયજ્ઞ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. (જેમાં દરેક રદતદાતા ભાઇઓ તથા બહેનોને આકર્ષક ભેટ પ્રસાદી રૂપે આપવામાં આવશે.) સવારના 9:00 કલાકે નેત્રદાન મહાદાન માત્ર એક વ્યકિતના નેત્રદાનથી બે અંધ વ્યકિતને આખ આપી શકાય છે દર વરસની જેમ નેત્રદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. તો ચાલો આ પાવન અવસરે આપણે પણ નેત્રદાન માટે આપણું નામ નોંધાવીએ તેમજ કોમ્પ્યુટરથી નેત્ર તપાસ મફત કરી આપવામાં આવશે.
1,00,000 ઘનફુટ ગુલાબી પથ્થર અને શ્ર્વેત આરસના સંયોજન થી પુ. ભોજલરામ બાપાના ભવ્ય તથા દિવ્ય મંદિરનો શુભારંભ થઇ ગયેલ છે. સાંજના 5:30 કલાકે આ વરસના મંદિર નિર્માણના મુખ્ય દાતાની ભવ્ય રકત તુલ્લા થશે. દર વર્ષની માફક ગામે ગામ બનેલ શ્રી ભોજલરામ યુવા સેના સંગઠનના 3000 ભાઇઓ બહેનો ભોજન-પ્રસાદ તથા ચા-પાણીની કામગીરી સંભાળશે.
આ શુભ પ્રસંગે દર વર્ષની માફક શ્રેષ્ઠ ધર્મોપદેશકોના પ્રવચનો તથા રાત્રીના ભજન/સંતવાણી તથા લોકસાહિત્ય રજુ થશે.
આ ધર્મોત્સવમાં સહપરિવાર મિત્રમંડળ સહિત ધર્મલાભ લેવાનું જાહેર નિમંત્રણ (ભોજલધામ) મહંતશ્રી ભકિતરામબાપુ આપે છે.