ભાવનગરમાં નકલી ચાવીથી ફલેટ ખોલી 1.75 લાખની ચોરીMay 17, 2019

ભાવનગર, તા. 17
ભાવનગરમાં ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી ફલેટમાંથી પોણા બે લાખની મતાની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. મળતી વિગતો મુજબ ભાવનગરનાં કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલ સાંકેત કોમ્પ્લેક્ષનાં ત્રીજા માળે ફલેટ નં.302 માં રહેતા લાલજીભાઈ નાથાભાઈ કાપડીયા તેના પરિવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ બંધ ફલેટનાં તાળા ડુપ્લીકેટ ચાવી વડે ખોલી રૂમમાં પ્રવેશી લોખંડના કબાટનુ લોક તોડી તેમાં રહેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા 33 હજાર મળી કુલ રૂા.171000 ના મુદામાલની ચોરી કરી નાસી છુટયા હતાં. આ અંગે લાલજીભાઈ કાપડીયાએ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.