સોરઠની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું 27 ના જાહેરનામુંMay 17, 2019

જુનાગઢ તા. 17
રાજય ચૂંટણી પંચ દ્વારા જુનાગઢ જિલ્લા સહિતની રાજયની તા. 30/9/2019 સુધી મુદત પૂરી થતી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા વિભાજનવાળી ગ્રામ પંચાયતોની ચૂંટણી અને ગ્રામ પંચાયતોની મધ્ય સત્ર, પેટા ચૂંટણીઓ યોજાવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. અને આગામી તા. 27/5/2019ના રોજ ચૂંટણીના તબક્કા જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવશે.
ચુટણી યોજાવાની છે એ ગ્રામ પંચાયતો માટે તા. 1-6 -2019ના રોજ ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ, તા. 3-6-2019ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ, ઉમેદવારી પરત ખેચવાની તા.4-6-2019 બપોરના 3 કલાક સુધી તથા મતદાન તા. 16-6-2019 સમય સવારના 8 થી સાંજના પ વાગ્યા સુધી કરેલ મતદાન મથક પર યોજાશે. પુન મતદાન યોજવું હોય તો તેની તા.17-6-2019 તથા મતગણતરી તા.18-6-2019ના રોજ યોજાશે. જયારે ચૂંટણી પ્રક્રિયા તા.21-6-2019ના રોજ પૂર્ણ થશે તેમ તંત્ર દ્વારા જાણવા મળેલ છે.