કેશોદ નજીક કારે હડફેટે લેતા બાઇકચાલક આધેડનું મોતMay 17, 2019

  • કેશોદ નજીક કારે હડફેટે લેતા બાઇકચાલક આધેડનું મોત

જુનાગઢ તા.17
કેશોદનો સોંદરડા અને કોયલાણા રોડ આજે વહેલી સવારે ગોજારો બન્યો હતો. એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા સોંદરડા ગામના એક આધેડનું મોત થવા પામ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આજે વહેલી સવારે કેશોદના સોંદરડા અને કોયલાણા વચ્ચે એક અજાણ્યા કાર ચાલકે સોંદરડા ગામના દીલીપભાઇ દેવાભાઇ સોલંકી (ઉ.વ.55)ના બજાર એમ 80 મોટર સાયકલ ને પોતાની કારમાં અડફેટે લેતા દિલીપભાઇને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. આ અંગે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરાતા અમ્બ્યુલન્સમાં દીલીપભાઇને દવાખાને ખસેડાયા હતા. સારવાર મળે તે પહેલા જ દીલીપભાઇનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. અને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
મૃતક દીલીપભાઇ દેવાભાઇ સોલંકી સોંદરડા ગામના વતની હોવાનું તથા ધ્રામળવા (ગીર) વિસ્તારમાં કેરીનો બગીચો ભાડે રાખેલ હોય ત્યાં મોટર સાયકલ ઉપર જઇ રહ્યા હતા. ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. હાલમાં કેશોદ પોલીસ ધટના સ્થળે છે અને વધુ તપાસ આરંભાઇ છે.