જૂનાગઢ નરસિંહ મહેતાની મૂર્તિની પુન: પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રારંભMay 17, 2019

જૂનાગઢ તા.17
નરસિંહ મહેતાજીના ચોરાનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી તેના અંતિમ ચરણમાં પહોંચી છે. દરમિયાન મંદિરના ઘુમ્મટ સહિતનું કામ પૂર્ણ થઇ ગયું હોય મૂર્તિની પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આજે 17મે થી 19 મે સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ગોપનાથ મહાદેવ, દામોદરરાયજી અને નરસિંહ મહેતાની મૂર્તિની પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ધર્મોત્સવના કાર્યક્રમો સવારે 8:30 થી શરૂ થઇ સાંજના 6 વાગ્યે સંપન્ન થશે. દરમિયાન 18 મે ના રોજ ભકત કવિ નરસિંહ મહેતાની 611મી જન્મ જયંતિ હોઇ સાંજના 7:30 વાગ્યે મહાઆરતી પણ કરવામાં આવશે. ત્યારે તમામ ધર્મપ્રેમી જનતાને આ કાર્યમાં ઉપસ્થિત રહેવા નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ શશીનભાઇ નાણાંવટીએ જણાવ્યું છે. સાથોસાથ લાઇટ એન્ડ શાઉન્ડ શો, આર્ટ ગેલેરી જેવી જે અન્ય કામગીરી બાકી છે તે પણ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી નરસિંહ પ્રેમીઓમાંથી માંગ ઉઠી રહી છે.