ખંભાળીયામાં પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવનાર 3 પકડાયાMay 17, 2019

  • ખંભાળીયામાં પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવનાર 3 પકડાયા

ખંભાળીયા,તા.17
ખંભાળીયામાં એક યુવતિએ દ્વારકાનાં પ3 વર્ષિય અને દશ સંતાનોના પિતા એવા એક પ્રૌઢને પોતાની માયાજાળમાં ફસાવી, ડુપ્લીકેટ પોલીસ બનેલા બે યુવાનોની મદદથી રૂા.1.10 લાખનો તોડ કરાયાની ધોરણસર ફરીયાદ નોધાતા પોલીસે તાબડતોબ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. અને બંન્નેને બે દીવસનાં રીમાન્ડ ઉપર લેવામાં આવ્યાં છે.જયારે યુવતિની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ખંભાળીયાનાં આ ચકચારી પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકાનાં રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અને મચ્છીના વેપાર સાથે સંકળાયેલા એવા હાલ આઠ સંતાનોના પિતા ઈશાભાઈ અબ્દુલભાઈ ઈસબાણી નામનાં 53 વર્ષનાં મુસ્લીમ પ્રૌઢને આશરે અઢીથી ત્રણ માસ પહેલા તેમનાં મોબાઈલ નંબર 9974189889 ઉપર એક ફોન આવ્યો હતો.
સામેથી મીઠી મધુરી ભાષામાં બોલતી એક યુવતિએ પોતાનું નામ અફસાનાં કે આશીયાનાં જેવુ ઉચ્ચાર્યુ હતું અને થોડીવાર ઈશા ભાઈ સાથે વાત કરી હતી. અવાર નવાર પોન કરતી યુવતિએ થોડા દિવસ પહેલા "તમે મને પસંદ છો, મારે તમારી સાથે મિત્રતા કરવી છે. એમ કહી યુવતિએ ઈશાભાઈને ખંભાળીય બોલાવ્યા હતા.
અહિં તેઓએ અહિ ઠંડાપીણા અને આઈસક્રીમની સાથે મોજ માણી છુટા પડયા હતા. બાદમાં આશરે વીશેક દિવસ પહેલા યુવતિએ ઈશાભાઈને પુન: અહિં મળવા બોલાવ્યા હતા.પછી તા.4-પ -19 ના દિને રમજાન મહિનો હોેવાથી તેણીએ ઈશાભાઈને અહી બોલાવતાં તેઓ પોતાનાં વાહન મારફતે અહીં દોડી આવ્યા હતા.
ખંભાળીયામાં પોરબંદર રોડ પર આવેલી એક દરગાહ પાસે યુવક અને પ્રૌઢ મળ્યા બાદ યુવતિએ ઢળતી સાંજે પ્રૌઢને રસ્તાનાં ખુણે ઝાડી જેવા સ્થળે લઈ ગયા હતા. જયાં પ્રેમાલાપ કરતી વખતે એકા એક 8787 નંબરનાં મોટરસાયકલપર બે શખ્સો ધસી આવ્યા હતા.
બાઈકમાં પોલીસની જેમ લાકડી ટીંગાડીને આવેલા આ બે શખ્સોએ પોલીસના ડી સ્ટાફનાં હોવાનું તથા એક શખ્સે પોતાનું નામ રાજભા હોવાનું જણાવી, તમે અહી શું ઉભા છો, કયાંથી આવ્યાં છો. વિગેરે પુછતાછ કરી ,ઈશાભાઈને બે થપ્પડ મારી ને ભય ફેલાવ્યો હતો. આટલું જ નહીં, પોલીસનાં સ્વાંગમાં આવેલા બે શખ્સોએ "તને પુરી દેવો છે, તારા પર કેસ કરવો છે-તેમ કહી,તપાવટ કરવા રૂા.બે લાખ માંગણી કરી હતી. આખરે રૂા. એક લાખમાં સમજુતી થયા બાદ બંન્ને શખ્સોએ ઈશાભાઈના ખીસ્સામાં રહેલા રૂા.પાંચ હજાર કાઢી લીધા હતા. અને બાકીનાં પૈસા માટે જામીન રૂપે તેમની ગાડી લઈ લીધી હતી.
બાદમાં તા.6 મે ના રોજ 910697949ર ઉપરથી ફોન કરી, આરોપીએ ઈશાભાઈને ખંભાળીયા બોલાવીને રૂા.8પ હજાર પડાવ્યા હતા. પછી બાકીનાં 1પ હજારનાં બદલે તા.1ર મી ના રોજ ર0 હજાર લીધા હતા.
આમ રૂા.1 લાખ 10 હજાર લીધા પછી પણ અવાર નવાર ફોન તથા ધમકીઓથી કંટાળી, ઈશાભાઈએ તપાસ કરતાં તેઓ હનીટ્રેપમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું હતુ.
આથી આખરે તેઓએ અહિંના પોલીસ મથકે દોડી જઈ, આપવીતી વર્ણવતા પોલીસે આશીયાના કે અફસાના નામની યુવતિ ઉપરાંત બે શખ્સો સામે આઈ.પી.સી. કલમ 170, 384, 1ર0 (બી), પ06, 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસે તાબડતોબ ખંભાળીયાના ભરવાડ પાડામાં રહેતા ફીરોઝ ખમીસા ભોકલ ઉ.વ.3પ અને તાલુકાનાં પરોડીયા ગામે રહેતા ગઢવી ડાવાડાડા લુણા નામના બે શખ્સોની ધરપકડકરી અને બંન્નેને કોર્ટમાં રજુકરી 7 દીવસનાં રીમાન્ડની માંગણી કરતાં કોર્ટે બંન્નેને ર દીવસનાં રીમાન્ડ મંજુર કર્યા છે.પોલીસે બંન્ને પાસેથી 1ર હજાર રોકડા, બાઈક 3 મોબાઈલ કબ્જેકર્યા છે. જયારે અન્ય એક આરોપી બસીર ખમીજા ભોકલને પણ ઝડપી લેવામાં આવ્યો છે. આ બનાવની મુખ્ય સુત્રધાર એવી યુવતી ફરાર હોઈ તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.