આપણું જામનગર, ગ્રીન જામનગર પ્રોજેકટ અંતર્ગત ચોમાર પૂર્વે વૃક્ષારોપણMay 17, 2019

  • આપણું જામનગર, ગ્રીન જામનગર પ્રોજેકટ અંતર્ગત ચોમાર પૂર્વે વૃક્ષારોપણ

જામનગર, તા. 17
જામનગરમાં ચોમાસાની મૌસમ પહેલા ચાર હજાર વૃક્ષનું પ્લાન ટેન્શન કરવામાં આવશે આ માટે મહાનગર પાલીકા દ્વારા તમામ ખર્ચ મળીને કુલ રૂા.46.50 હજારનો ખર્ચ કરશે.
આપણે જામનગર-ગ્રીન જામનગર પ્રોજેકટ અન્વયે જામનગર મહાનગર પાલીકા દ્વારા શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ચિર હજાર અલગ અલગ પ્રકારનાં વૃક્ષનું પ્લાન્ટેશન કરવામાં આવશે. આ માટે શહેરની જુદી જુદી પર્યાવરણ અને સામાજીક સંસ્થાઓનાં સુચના અને સહયોગ માટે આજે મહાનગર પાલીકા દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આજની આ બેઠકમાં શહેરની કુલ 35 સંસ્થાનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકમાં વન વિભાગની સામાજીક વનિકરણના ડીસીએફ ઘનપાલએ જણાવ્યુ હતુ કે અમારી પાસે એકાદ કરોડ પ્લાન્ટેશન છે 21 નર્સરી ઉપલબ્ધ છે જો કોઈ સંસ્થા પ્લાન્ટેશન માટે ઉત્સાહ દાખવશે તો અમારા વિભાગ તરફથી સહયોગ આપવામાં આવશે.
જામનગર મહાનગરપાલીકાનાં કમિશ્ર્નર એસએ પટેલએ જણાવ્યુ હતું કે શહેરનાં 128 વિસ્તારમાં વૃક્ષોનો સંખ્યા ખુબજ ઓછી છે. આથી શહેરમાં વધુને વધુ વૃક્ષોનું પ્લાન્ટેશન અને તેનો ઉછેર જાળવવી કરવામાં આવે તે જરૂરી છે. મહાનગર પાલીકા દ્વારા વિશ્ર્વ પર્યાવરણ દિવસનાં ઉપલક્ષમાં ચોમાસાની મૌસમ પહેલા ચાર હજાર વૃક્ષોનું વાવેતર કરશે અને તેનો ઉછેર કરશે. જેમાં સપ્તપર્ણી લીબડો, ગરમાળો, બોરસલી, પારીજાત, કરંજ, વડલો વગેરેનું પ્લાન્ટેશન કરાશે.
આ માટે 6 લાખ રૂપીયાનો ખર્ચ થશે તેમજ ટ્રી ગાર્ડ માટે રૂા.16.50 લાખ મળી કુલ 22.50 લાખ થવા જાય છે. આ ઉપરાંત વૃક્ષનો ઉછેર માટે પાણી આપવા 24 લાખના ખર્ચે પાણીનાં ટેન્કર રાખવામાં આવશે આમ તમામ મળીને ચાર હજાર વૃક્ષ માટે કુલ રૂા.46.50 લાખનો ખર્ચ થશે.
આ તકે ઉપસ્થિત જુદી જુદી પર્યાવરણ સંસ્થાઓ સામાજીક સંસ્થાઓએ પોતાનાં સુચનો કર્યા હતાં.