જામનગરની મોટી લાખાણીની પરિણીતાએ અગ્નીસ્નાન કરતા મોતMay 17, 2019

જામનગર, તા. 17
જામનગર તાલુકાનાં મોટી લાખાણી ગામનાં મહિલાએ અ્ગ્નિસ્નાન કરી લેતા તેણીનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું. આ સમયે બચાવવા જનાર પતિ પણ દાઝી ગયા હતાં.
જામનગર તાલુકાનાં મોટી લાખાણી ગામનાં શ્ર્વેતાબા પ્રધ્યુમનસિંહ જાડેજા ઉ.વ.30 એ ગઈકાલે બપોરે પોતાનાં ઘરનાં ફળીયામાં જાતે કેરોસીન રેડી દિવાસળી ચાંપી દિધી આથી તેણી ભડભડ સળગવા લાગતા તેમનાં પતિએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી તેઓ પણ થોડા દાઝી ગયા હતાં.
ગંભીર રીતે દાઝી જનાર શ્ર્વેતાબાને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા જયાં તેમનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતું.
શ્ર્વેતાબાને માવતરે જવુ હતુ આ પ્રશ્ર્ને પતિ-પત્ની વચ્ચે ચર્ચા થઈ હતી. જેમાં તેણીને માઠુ લાગી જતા આ પગલુ ભર્યુ હતું.
આ બનાવની જાણ કરવામાં આવતા આણંદ સ્થિત તેણીનાં માતા પિતા પણ મોટી લાખાણી ગામે દોડી આવ્યા હતાં તેમરે પોતાની પુત્રીને પતિનો ત્રાસ હોવાની ફરિયાદ કરી હતી.
માતાના મૃત્યુના કારણે તેમના ચાર વર્ષનાં પુત્ર બે માતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવ અંગે એએસપી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ચાલક વૃદ્ધનું મૃત્યુ
જામનગર બાયપાસ ઠેપા ચોકડી નજીક ગઈકાલે એક મોટર સાયકલને ટેન્કર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો આ બનાવમાં મોટર સાયકલ ચાલક વૃદ્ધનુ મૃત્યુ થયુ હતું જયારે ટેન્કર છોડીને તેનો ચાલક નાસી ગયો હતો.
મુળ મોટા થાવરીયા ગામના અને હાલ જામનગરમાં રહેતા દેવસીભાઈ ચોવટીયા નામના 62 વર્ષનાં વૃદ્ધ ગઈકાલે પોતાનું મોટર સાયકલ લઈને જામનગર-કાલાવડ બાયપાસ નજીક ઠેબા ચોકડી પાસેથી પસાર થતરા હતા ત્યારે જી.જે.1 બીવી 2512 નંબરનાં ટેન્કર ચાલકે પોતાનુ વાહન બેફીકરાઈથી ચલાવી દેવસીભાઈના વાહનને ઠોકર મારતા અકસ્માત થયો હતો.
આ બનાવમાં દેવસીભાઈ ચોવટીયાને ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયુ હતુ જયારે ટેન્કર છોડીને તેનો ચાલક નાસી ગયો હતો આ અંગે મૃતકનાં પુત્ર કમલેશભાઈ દેવસીભાઈએ ટેન્કર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.