ટંકારાના સજ્જનપર નજીક બાઇક સ્લીપ થતા તીથવાની યુવતીનું મોતMay 17, 2019

મોરબી તા.17
વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા જીતેન્દ્ર કુમાર દિલીપભાઈ મકવાણા ગત તા.10ના રોજ કોમલબેનને પોતાના બાઇકની પાછળ બેસાડીને ટંકારાના સજ્જનપર ગામ નજીક પસાર થઈ રહ્યા હતા.
તે વખતે ઓચિંતા બાઇક સ્લીપ થતા બાઇક પાછળ બેઠેલા કોમલબેન ઉ.વ.23ને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈ દિનેશભાઇ જેઠાભાઇ ચાવડાએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.
બે યુવતિ ગુમ
મોરબીના કાલિકા પ્લોટમાં રહેતી 19 વર્ષની યુવતી ગતતા.10ના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી.તેથી તેના માતાપિતાએ સગાસંબંધીઓમાં શોધખોળ કરી હતી.પણ પુત્રીનો પતો લાગ્યો ન હતો.આથી ઘરમાં તપાસ કરતા ઘર છોડતા પહેલા યુવતીએ લખેલી ચિઠ્ઠી મળી આવી હતી.
જેમાં તેણીએ લખ્યું હતું કે, હું પોલીસ ખાતામાં ભરતી થવા માટે જાઉં છું. હું કમાઈને તમોને પૈસા મોકલતી રહીશ. મારી ચિતા કરતા નહિ.આથી યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે બીજા બનાવમાં મોરબીના નવા જાબુડિયા ગામે આવેલ ધર્મસિધ્ધિ સોસાયટીમાં રહેતી 22 વર્ષની યુવતી ગતતા.15ના રોજ સોલો સીરામીક લાલપર પાસે હાથ ધોવાનું કહીને લાપતા થઈ ગઈ હતી.આ બનાવ અંગે તેના પિતાએ તાલુકા પોલીસમાં ગુમસુદા નોંધાવતા પોલીસે યુવતીની ભાળ મેલળવા તપાસ હાથ ધરી છે.
બાઈકની ઉઠાંતરી
મોરબીના ઘુટું રોડ પરથી બાઇકની ચોરી થયાનો બનાવ પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના હરિનગર પાસે રહેતા દિનેશભાઇ વાલજીભાઈ કૈલા ઉ.વ.48નું તા.15ના રોજ જુના ઘુટુ રોડ પરના પટેલ મોર્બલ પાછળ આવેલ પ્લાસ્ટિક કારખાના પાસેના કાચા રોડ પરથી રૂ.40 હજારની કિંમતનું મોટર સાયકલ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા.આ બનાવ અંગે તેમણે સીટી બી ડિવિઝન પોલીસ
મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે