મોરબીમાં બે કારખાનામાં વિકરાળ આગ ભભૂકતા લાખોનું નુકસાનMay 17, 2019

  • મોરબીમાં બે કારખાનામાં વિકરાળ આગ ભભૂકતા લાખોનું નુકસાન

મોરબી તા.17
મોરબીમાં લાતીપ્લોટ શેરી ન.03 માં આવેલા માં પેકેજીંગના કારખાનામાં અને બાજુમાં રહેલા ડાઈ બનાવવાના બીએમસીના કારખાના બહુચર એન્જિનિયરીંગ માં અગમ્ય કારણસર અચાનક જ આગ લાગી હતી અને ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કારખાનામાં પડેલા સમાન ને બાનમાં લઈ લીધો હતો જેમાં ફાયરફાયટર આવે એ પહેલાં જ આગ બેકાબૂ બની ગઈ હતી જો કે આજીબાજુના લોકોએ કારખાના ના માલિક અને ફાયરફાયટર ને જાણ કરતા ફાયરફાયટર નો કાફલો ઘટના સ્થળે આવી આગ ને કાબુમાં લેવા ની કવાયત હાથ ધરી હતી જેમાં કલાકોની જહેમત બાદ ત્રણ ફાયર ફાઈટરના પાણી ન મારા ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી અને આગ લાગ્યા બાદ બાજુ બાજુ માં રહેલા બે કારખાનામાં આગ લાગી હોવાનું બહાર આવ્યય હતું જો કે આગ હજુ ક્યાં કારણસર લાગી એ જાણી શકાયું નથી પરંતુ આ આગમાં એક લેપટોપ,એસી,જરૂરી દસ્તાવેજો સહિતની સાધન સામગ્રી અને પેકેજીંગના કારખાનામાં રહેલા પૂંઠા અને ખોખા બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાના નુકશાનની આશંકા સેવાઇ રહી છે જો કે આજુબાજુના લોકોની જાગૃતતા અને સમયસર માલિક અને ફાયરફાયટરને જાણ કરતા આગ બુઝાવી લેતા કોઈ જાનહાની કે વધુ નુકશાન થતા અટકી ગયું હતું પરંતુ આજુબાજુના લોકોના જણાવ્યા અનુસાર આ આગ કોઈ જૂની અદાવત કે કોઈ અવારા તત્વો દ્વારા લગાવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે જો કે મલિક દ્વારા આ બાબતની કોઈ પોલિસમથકે નામજોગ ફરિયાદ નોંધાવામાં આવી નથી