મોરબીમાં પરમાણુ ઉર્જા પર વિશિષ્ટ સેમીનાર યોજાયોMay 17, 2019

  • મોરબીમાં પરમાણુ ઉર્જા પર વિશિષ્ટ સેમીનાર યોજાયો

મોરબી તા.17
મોરબીના ટાઉનહોલમાં જિલ્લા કલેકટર આર.જે. માકડીયાની અધ્યક્ષતામાં એક વિશિષ્ટ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિડીયો તેમજ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા પરમાણુ સહેલીએ વિધુત તેમજ તાપીય ઉષ્મા ઉર્જાની પૂર્તતા માટે 1000 મેગાવોટ પરમાણુ ઉર્જા સયંત્રની સ્થાપનાને એક સર્વોતમ સમાધાન જણાવ્યું. સેમીનારમાં એસ.પી. ડો. કરણરાજ વાઘેલા, એડીશનલ કલેકટર કે. સી. જોશી, સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જે. જેતપરીયા, મોરબી સીરામીક સેનેટરી વેરના અધ્યક્ષ કીરીટ પટેલ સહીત 200 અન્ય અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરમાણુ સહેલીએ જણાવ્યું કે મોરબીના કારોબારીઓને વર્તમાનમાં પ્રતિદિન 24 લાખ યુનિટ વિધુત ઉર્જા તેમજ 65 લાખ કયુબિક મીટર પી.એન.જી. ગેસના સ્વરૂપમાં તાપીય ઉષ્મા ઉર્જાની આવશ્યકતા છે. પરમાણુ ઉર્જાથી આ બન્ને ઉર્જાઓની પૂર્તિ થઈ શકશે, તો વિધુત ઉર્જાની પૂર્તિ માટે 55 મેગાવોટ તેમજ તાપીય ઉષ્માની પૂર્તિ માટે 850 મેગાવોટના પરમાણુ ઉર્જા સયંત્રની સ્થાપનાની જરૂરીયાત રહેશે. નહીંતર 1000 મેગાવોટનો એક પરમાણુ પ્લાન્ટ બંને જરૂરીયાતને નિરંતર વિશ્વસનીયતાથી પૂર્ણ કરી શકશે. વધુમાં તેઓએ જણાવ્યું કે પ્રતિયુનિટ વિજળીની કિંમત 2.5 રૂપીયાની આસપાસ થશે. આ પરમાણુ સયંત્ર ને માટે ફકત 14 વર્ગ કિલોમીટર જમીનની જ જરૂરત રહેશે તેમજ આ ઉપકરણ શહેરમાં વચ્ચે પણ લગાવી શકાશે. તેનાથી કોઈપણ પ્રકારની અસુવિધા તેમજ ગ્રીનહાઉસ, ગેસનું પ્રદુષણ નહી થાય.
પરમાણુ સહેલીએ સોલાર યંત્રના સંદર્ભમાં જણાવ્યું કે આ જરૂરીયાતને સોલાર પ્લાન્ટ દ્વારા પૂર્ણ કરીશું તો તેના માટે 4000 મેગાવટોના સોલાર પ્લાન્ટ લગાવવા પડશે અને તેની સ્થાપના માટે 256 વર્ગ કિલોમીટર જમીનની જરૂરીયાત રહેશે.