ભાવનગરના યુવાનનુ અનોખું અભિયાન, પર્યાવરણ બચાવવા, સ્વસ્થ રહેવા સાયકલીંગMay 17, 2019

  • ભાવનગરના યુવાનનુ અનોખું અભિયાન, પર્યાવરણ બચાવવા, સ્વસ્થ રહેવા સાયકલીંગ

ભાવનગર તા. 17
જામનગરના સાયકલ કલબના મેમ્બરો સાથે ધર્મેશ પાટીદાર પણ જોડાઇને સ્વસ્થ રહેવા અને પ્રદુષણ બચાવવા સાચો સંદેશ સમાજને સાયકલ ચલાવવા જાગૃતિ સંદેશ આપે છે.
ધર્મેશ પાટીદાર રેલ્વેમાં સર્વીસ કરી સાયકલીંગ માટે અચુક સમય કાઢે છે. સાયકલ ચલાવવાના ફાયદા વ્યક્તિને અને સમાજ સૃષ્ટિને પણ થાય છે.
સાયકલ ચલાવવાની પ્રેરણા તો નાનપણથી જ મળી હતી મારા પપ્પા રમેશ પાટીદાર ટાટામાં સર્વીસમાં સાયકલ લઇનેજ જતાં હતાં. મમ્મી મને ઘરના કામ માટે સાયકલનો ઉપયોગ ઠરાવતી આથી નાનપણ થી જ સાયકલ મારા હાથમાં હતી અને આજે જામનગર સાયકલ કલબના મહાનુંભાવો સાથે સાયકલીંગ કરું છું દોઢ વષથી નિયમિત સાયકલનો ઉપયોગ કરી પર્યાવરણનું જતન બધા મેમ્બોરો સાથે કરી રહ્યાં છે.
કલબના ડો.ધવલ માંકડ ડો. પ્રશાંત તન્ના, ડો.રાજેન્દ્ર વિરાણી, ડો.તપન મણિયાર, ડો.વસીમ અલ્વારે, ડો.નિતેન મહેતા સહિત ધર્મેશ પાટીદારે 200 કી.મી. જામનગરથી ધોરાજી આમ 200 કી.મી ત્રણવાર રેસમાં ભાગ લઇ એન્જોય કરી એકટીવીટી ચાલુ રાખી આથી બાળપણ અને સાયકલ યાદ આવી ગઇ
સાયકલ મહત્વનું સાધન છે મારા બાળકોનો સાયકલ ચલાવે જ છે પણ હાલ હું મારી પત્ની વૈશાલી પાટીદારને પણ પ્રેરિત કરી સાયકલ ચલાવવામાં મદદ કરું છું અને હવે ભાગ પણ લેશે.