ઉપલેટા: રમણીભાઇ ધામી શૈક્ષણીક સંકુલનો કાલે સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કલરવ’May 17, 2019

  • ઉપલેટા: રમણીભાઇ ધામી શૈક્ષણીક સંકુલનો કાલે સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કલરવ’

રાજકોટ તા. 17
ઉપલેટા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ ટ્રસ્ટ સંચાલીત રમણીકભાઇ ધામી શૈક્ષણીક સંકુો દ્વારા આગામી તા. 18-05-2019ના રોજ શનિવારે સાંજે 8 થી રાત્રે 11 વાગ્યા દરમિયાન કૃષ્ણ ઓઇલમીલના મેદાનમાં ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળાઓનું બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કલરવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
સરદાર વલ્લભભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કમલનયન સોજીત્રા તથા ટ્રસ્ટીમંડળના સભ્યોએ જણાવ્યું હતુ કે, વેકેશનમાં શાળાના છાત્રોની પ્રતિભા ખીલે તે હેતુથી યોજવામાં આવનાર આ સૌરાષ્ટ્ર યુનિર્વસિટીના પ્રેસિડન્ટ ત્યાગવલ્લભ સ્વામી તેમજ અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર યુનિર્વસિટ કુલપતી ડો. નિતીનભાઇ પેથાણી તથા હવા મહેલ ગોંડલના કુમાર જયોર્તિમયસિંહજી ઉપસ્થિત રહેશે જયારે કાર્યક્રમનું સંચાલન લોક- સાહિત્યકાર અને આ શાળાના ભુતપુર્વ વિદ્યાર્થી દેવરાજભાઇ ગઢવીસ કરશે.
ઉપલેટામાં રમણીકભાઇ ધામી શૈક્ષણીક સંકુલમાં 5800 ચો.વાર જમીન ઉપર 35000 ચો.ફુટ બાંધકામ છે.સ્કુલમાં 6,000 ફુટનો પ્રાર્થના હોલ, 1250 ચો.ફુટના 20 કલાસરૂમ છે. શાળામાં આર.ઓ.સિસ્ટમ ઉપરાંત રમત-ગમતના વિશાળ મેદાન અને પાકિંગની પણ વ્યવસ્થા છે.
આ શાળા રાજયમાં પણ પ્રથમ નંબરનો આઇ.સી.ટી એર્વોડ પણ મેળવી ચુકી છે અને માધ્યમિક શાળામાં સૌપ્રથમ વખત કોમ્યુટર વિષયની તેમજ એન.સી.સી.ની શરૂઆત પણ આ શાળાએ કરી હતી વર્ષ 2018માં કબડ્ડી સ્પર્ધામાં પણ આ શાળાની ટીમ રાજય કક્ષાએ પ્રથમ સ્થાને રહી હતી.