500 રૂપિયાની નોટને પણ ‘ગરમી’ લાગી જાય છે!May 17, 2019

  • 500 રૂપિયાની નોટને પણ ‘ગરમી’ લાગી જાય છે!


નવીદિલ્હી: મહારાષ્ટ્રના સાંગલીમાં 500 રૂપિયાની નોટ તૂટવાની ઘટના ઘટી છે. જેવી જ આ નોટોને
વાળવામાં આવે છે. નોટના બે ટુકડા થઇ જાય છે. આ નોટોને લઇને જયારે બેંકમાં લઇ જવામાં આવી તો તેમને કહ્યું કે વધતી જતી ગરમીના લીધે કેમિકલ રિએકશનથી આ સંભવ બની શકે છે. કેસ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા આરબીઆઈ સુધી પહોંચી ગયો છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. સાંગલીના વિટા શહેરમાં રહેતી એક મહિલા મજુર છે. તેને મજૂરીના 7 હજાર રૂપિયા મળ્યા હતા. મહિલા મજૂરે આ
બધી નોટો રૂમાલમાં બાધીને પોકેટમાં રાખી લીધી. જયારે બે દિવસ પહેલાં તેણે નોટોને પોકેટમાંથી કાઢી તો તે તુટવા લાગી. પાડોશમાં રહેતી સામાજીક કાર્યકર્તા અનિલ રાઠોડે તેને પોતાની સમસ્યા જણાવી. અનિલ રાઠોડે જણાવ્યું કે જયારે મહિલા ફરીયાદ લઇને આવી તો પહેલાં લાગ્યું કે આ નકલી નોટ હોઇ શકે છે. પરંતુ એવું હતું નહીં. ત્યારબાદ નજીકની એસબીઆઈ શાખામાં નોટ લઇ જવામા આવી તો તેમણે ટુકડા થયેલી નોટોને લેવાની ના પાડી દીધી.