ટીવી ચેનલ્સના ગ્રાહકો સાથે DTH ઓપરેટર્સની ઊઘાડી લૂંટMay 17, 2019

  • ટીવી ચેનલ્સના ગ્રાહકો સાથે DTH ઓપરેટર્સની ઊઘાડી લૂંટ

 3, 6 કે 12 માસિક પેકેજ ખરીદનારા ગ્રાહકોને ‘ઝછઅઈં’એ જાહેર કરેલા ટેરિફનો લાભ મળતો નથી
મુંબઇ તા. 17
ડીટીએચ સેવા માટે ટ્રાઇએ ટેરિફને લગતા નિર્દેશ આપ્યા હોવા છતાં જે ગ્રાહકોએ પહેલેથી લાંબા ગાળાનાં પેક ખરીદ્યાં હતાં તેમને છેતરાયાની લાગણી થાય છે. ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક પેકેજ ખરીદનારા ગ્રાહકોને ટેરિફ ના ફેરફારનો લાભ થયો નથી. ટ્રાઇએ ફેબ્રુઆરીમાં નવા ટેરિફ લાગુ કર્યા હતાં. ઘણા ગ્રાહકો માનતા હતા કે તેમની હાલની ટર્મ પુરી થાય ત્યાં સુધી

તેમણે તેમની ફેવરિટ ટીવી ચેનલ માટે વધારાની રકમ નહીં ચૂકવવી પડે. પરંતુ હવે તેઓ ફસાઇ ગયા છે કારણકે જે ગ્રાહકોએ પોતાની ચેનલ્સ સિલેકટ કરીને આપી ન હતી તેમના કોન્ટ્રાકટ ડીટીએચ ઓપરેટર્સે રદ કરી નાખ્યા છે.
ટ્રાઇના સ્ત્રોતે જણાવ્યું કે ઘણા ડીટીએચ ઓપરેટર્સ સામે હજારો ગ્રાહકોની ફરીયાદો આવી છે. તેમાં ટાટ સ્કાય, સન ડાયરેકટ અને ઇન્ડિપેન્ડન્ટ ટીવી (અગાઉની રિલાયન્સ ડિજિટલ) સામેલ છે. ટ્રાઇએ પહેલી મેના રોજ ડીટીએચ ઓપરેટર્સને સુચના આપી હતી કે ગ્રાહકે પોતાની રીતે ચેનલો પસંદ કરી ન હોય તો લોંગ ડયુરેશન પેકને જાળવવામાં આવે. જોકે, વબુધવારે ટાટા સ્કાય ટ્રાઇના આ ઓર્ડર સામે દિલ્હી હાઇ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઇ આવી છે.
એક બાજુ ટ્રાઇએ તમામ ગ્રાહકોને નવી સિસ્ટમમાં માઇગ્રેટ થવા અથવા હાલના પેકેજના આધારે બેસ્ટ પ્લાન પસંદ કરવા જણાવ્યું હતું પરંતુ તેનો ઉગ્ર વિરોધ થયા બાદ હવે એલડીપીને અનુસરવા કહે છે. તેના કારણે ગુંચવણ વધશે. જોકે, આ એક્ઝિકયુટિવે એવું જણાવ્યું ન હતું કે ઉદ્યોગને પહેલેથી નવા ટેરિફ ઓર્ડરની ખબર હતી. તેમાં ગ્રાહકોએ જે ચેનલ જોવી હોય તેનાં નાણાં ચુકવવાનાં હોય છે. નવા બ્રોડકાસ્ટ ફ્રેમવર્કથી અગાઉનું રેવન્યુ શેરિંગ મોડલ ખતમ થયું છે જે ડીટીએચ પ્લેયર્સ અને બ્રોડકાસ્ટર્સ વચ્ચે હતું. તેમાં સમાન ભાવે તેઓ 200 થી 300 ચેનલ્સ દેખાડી શકતા હતાં.
રસપ્રદ રીતે સાદી ગણતરી માંડવામાં આવે તો 250 જેટલી લોકપ્રિય ચેનલ્સના બુકેનો ભાવ અગાઉ મહિને રૂા. 300 થી 350 જેટલો આવતો હતો અને વર્ષે રૂા. 2500 જેટલા થતા હતા, તેનો ચાર્જ હવે મહિને રૂા. 800 થી 900 થઇ જાય છે. અને અગાઉ આખા વર્ષ માટે ચુકવણી કરવામાં આવી હતી તે હવે માત્ર છ મહિના સુધી ચાલશે. ટ્રાઇના સેક્રેટરી એસ કે ગુપ્તાએ કહ્યું કે, ગ્રાહકોએ ભોગવવાનું આવ્યું છે. ડીટીએચ પ્લેયર્સે સબસ્ક્રાઇબર્સને પહેલેથી જણાવવાની જરૂર હતી કે તેમના પ્લાનમાં ફેરફાર થવાની શકયતા છે. તેમને ખબર હતી કે ચોકકસ તારીખે ટેરિફ ઓર્ડર લાગુ થશે. તેમણે આ અંગે સ્પષ્ટતા મુકવાની જરૂર હતી.