પંજાબનાCMની રાજીનામાંની ઓફરMay 17, 2019

  • પંજાબનાCMની રાજીનામાંની ઓફર

ક્ષ જો પંજાબમાં કોંગ્રેસ લોકસભાની ચૂંટણી હારશે તો હું રાજીનામું આપી દઇશ: કેપ્ટન અમરિંદરસિંહ
નવી દિલ્હી તા.17
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, જો કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2019માં પંજાબમાં સારૂ પ્રદર્શન નહીં કરી શકે તો તેઓ સંપૂર્ણ જવાબદારી તેમની હશે અને તેઓ રાજીનામું આપી દેશે.
કેપ્ટન અમરિંદરે કહ્યું કે લોકસભા ચૂંઠણીના પરિણામમાં જો પાર્ટીનો રાજ્યમાં સફયો થયો તો હું તેની સંપૂર્ણ જવાબદારી લઇશ અને રાજીનામું પણ આપી દઇશ. બધા મંત્રી અને ધારાસભ્ય રાજ્યમાં પાર્ટીએ ચૂંટણી પ્રદર્શન માટે જવાબદાર હશે.
પાર્ટીએ હાઇકમાન્ડે નક્કી કર્યું છે કે, મંત્રી અને ધારાસભ્ય કોંગ્રેસ ઉમેદવારોની જીત અથવા હાર થવા પર તેના જવાબદાર હશે. હું પણ તે જવાબદારી લેવા તૈયાર છું પરંતુ હું સંપૂર્ણ રીતે આશ્વસ્ત છું કે,

કોંગ્રેસ પંજાબમાં બધી લોકસભા સીટ પર જીતરશે. જણાવી દઇએ કે, આગામી 19 મેના પંજાબમાં મતદાન થશે.
લગભગ એક દશક સુધી શિરોમણી અકાળ દળ અને ભાજપના નેતૃત્વવાળી સરકારે પંજાબમાં સત્તા જમાવી હતી. ત્યારબાદ 2017માં કોંગ્રેસે રાજ્યમાં જીત હાંસલ કરી હતી, જેથી અમરિંદર સિંહ બીજી વખત પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.