J&K: 24 કલાકમાં 6 આતંકવાદી ઠારMay 17, 2019


નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળને આતંકીઓ સામે મોટી સફળતા હાથ લાગી છે. પુલવામા અને શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળ સાથે થયેલા એન્કાઉન્ટરમાં 6 આતંકી માર્યા ગયા છે. તેમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાંન્ડર ખાલિદનું પણ મોત થયું છે. ત્યારે સુરક્ષા દળનો બે જવાન પણ શહીદ થયા છે. સાથે જ એક સામાન્ય નાગરીકનું પણ મોત થયું છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,
પુલવામા જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓ માર્યા ગયા અને એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું છે. ત્યારે શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટરમાં પણ ત્રણ આતંકીઓ માર્યા ગાય છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ અને સુરક્ષા દળને

વિશ્વસનીય સૂચનાના આધારે સવારે પુલવામા જિલ્લામાં ડેલીપુરા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો ત્યારબાદ તપાસ અભિયાન શરૂ કર્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે, જ્યારે સુરક્ષા દળ એક મકાન અને તેની આસપાસથી સામાન્ય નાગરીકને બહાર કરી રહ્યાં હતા ત્યારે જ ત્યાં છૂપાયેલા આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, તે દરમિયાન સેનાનો એક જવાન સંદીપ શહીદ થયો અને એક સામાન્ય નગારીક રઇસ ડારનું પણ મોત થયું છે.