ઓક્સફોર્ડના ખુલાસાથી રાહુલ ગાંધી ‘પપ્પુ’ ઠર્યા!May 17, 2019

  • ઓક્સફોર્ડના ખુલાસાથી રાહુલ ગાંધી ‘પપ્પુ’ ઠર્યા!

નવી દિલ્હી તા.17
રાફેલ મામલે ચોકીદાર ચોર હૈ ના નારા બાદ રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં બરાબરની ફજેતી થઈ હતી. હવે જાણીતિ ઓક્સફોર્ડ નામની ડિક્શનરીએ પણ રાહુલ ગાંધીને ભોંઠા પાડ્યાં છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈ કાલે જ દાવો કર્યો હતો કે, ડિક્શનરીમાં મોદીલાઈ નામે એક નવો શબ્દ ઉમેરાઈ ગયો છે જે દુનિયાભરમાં ખુબ જ લોકપ્રિય બન્યો છે. પરંતુ ઓક્સફોર્ડ ડિક્શનરીઝે રાહુલ ગાંધીના આ દાવાને ફગાવી દીધો છે.
રાહુલ ગાંધીએ બુધવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, દુનિયાભરમાં નવો શબ્દ મોદીલાઈ ખુબ જ બન્યો છે. હવે તો એક વેબસાઈટ પર તેનું ખુબ જ સારી રીતે વર્ણન પણ કરવામાં આવ્યું છે. અંગ્રેજી શબ્દકોશમાં નવો શબ્દ ઉમેરાઈ ગયો છે. આ સંબંધીત એક સ્નેપશોટ શેર કરી રહ્યો છું. રાહુલ ગાંધીએ મોદીલાઈએ નામના જે શબ્દનો ઉલ્લેખ કર્યો તેની સાથે સંકળાયેલા સ્નેપશોટમાં તેના અનેક અર્થ દર્શાવવામાં આવ્યા હતાં પરંતુ જો તેને ધ્યાનથી જોવામાં આવે તો

આ ઓક્સફોર્ડ ડિક્શરીનો શબ્દ જ નથી.
આ મામલે ઓક્સફોર્ડે ડિક્શનરીઝે પોતાના એક ટ્વિટમાં દાવો કરતા કહ્યું છે કે, અમે આ સત્યની પુષ્ટિ કરીએ છીએ કે મોદીલાઈ નામના શબ્દની જે એન્ટ્રી વાળો જે ફોટો દર્શાવવામાં આવ્યો છે તે બનાવટી છે અને અમારી ઓક્સફોર્ડ ડિક્શરીઝમાંથી આવો કોઈ જ શબ્દ રહેલો નથી.
જે ફોટો રાહુલ ગાંધી દ્વારા શેર કરવામાં આવી છે, તેનો લોગો ઓક્સફોર્ડ ડિક્શનરી સાથે મળતો આવે છે પણ ઓક્સફોર્ડ ડિક્શનરીનો નથી. જોકે આ મામલે વિવાદ થતા તેને ગણતરીની મિનિટોમાં જ હટાવી દેવામાં આવ્યું છે. ત્યાર બાદ ડિક્શનરીના લોગોને એડિટ કરીને ટ્વિટર પર બીજો લોકો ટ્વિટ કરવામાં આવ્યો હતો. બીજા ટ્વિટમાં માત્ર ઈંગ્લિશ ડિક્શનરી એટલું જ લખવામાં આવ્યું હતું. જ્યારે તેનો લુક, ફીલ અને રંગ બિલકુલ એ જ છે. બીજા ટ્વિટમાં ઓક્સફોર્ડ જેવો કોઈ જ શબ્દ નથી.