તમામ નગરપાલિકાઓમાં કોર્ટ કેસનું મોનિટરિંગ કરશે નોડલ અધિકારીMay 17, 2019

ટૂંક સમયમાં જ નિમણૂક: કોર્ટના તમામ હુકમનાં પાલનની જવાબદારી અધિકારીની રહેશે
ગાંધીનગર : રાજય સરકાર કે તેના વિવિધ વિભાગો કચેરીઓ સામે જે તે બાબતોને લઇ કોર્ટ કેસ થાય છે પરંતુ તેનું યોગ્ય મોનીટરીંગ ન થવાને કારણે સરકાર, વિભાગ કે કચેરી સામે કોર્ટના અવમાન (ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટ) જેવી સરકાર માટે શરમજનક સ્થિતિ ઉભી થાય છે. તેનાથી બચવા માટે રાજય સરકારે હવેથી કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અને તેમના દ્વારા તમામ નગરપાલિકાઓમાં કોર્ટ કેસના સતત મોનિટરિંગ માટે એક નોડલ (અનુસંધાન પાના નં. 8)
અધિકારીની નિમણૂક કરવાનો આદેશ જારી કર્યો છે. એમાં કહેવાયું છે કે, આ અધિકારીએ ખાસ કરીને કોર્ટોમાં દાખલ થતાં દાવા-પિટિશનો, તેમાં સરારનો બચાવ, કોર્ટના આદેશો, તેના સંદર્ભે ચોકકસ સમયમર્યાદામાં કવરાની થતી કાર્યવાહી, કોર્ટ દ્વારા સરકારને કરાતા નિર્દેશો સહિતના બાબતોનું સતત મોનિટરિંગ કરવાનું રહેશે. અને તે બાબતનો રિપોર્ટ સરકારને મોકલવાનો રહેશે.
આ આદેશમાં એમ પણ કહેવાયું છે કે, આવા નાડેલ અધિકારીની ફરજિયાત નિમણૂક કરાયા બાદ પણ જો, નિયત સમયમર્યાદામાં કોર્ટના હુકમ મુજબની કોઇ કાર્યવાહી નહીં થાય અને જો, ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટ (કોર્ટના અવમાન)ની સ્થિતિ ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આવા નોડેલ અધિકારીની રહેશે. રાજય સરકારે તો તેના આ આદેશમાં એવો પણ ખાસ તાકીદ કરી છે કે, હવે પછી, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન, કમિશનરની પ્રાદેશીક કમિશનર દ્વારા દર મહિને નગરપાલિકાએ સાથે જે બેઠક મળે છે એમાં પણ હવેથી કોર્ટ કેસોની સમીષા જેવી બાબતને કાયમી એજન્ડા તરીકે સમાવવી પડશે. અહીં સરકારે એવી પણ તાકીદ કરી છે કે, આટલી કાળજી લેવા છતાં જો સરકાર સામે કોર્ટના અવમાનની સ્થિતિ ઉભી થાય તો, તે માટે જવાબદારો સામે શિસ્ત :વિૐયક પગલાં લેવાના થશે અને તે પગલાં ભરવાની કામગીરી પણ આ નોડલ અધિધકારીએ જ કરવી પડશે એટલું જ નહીં પણ તેનો અહેવાલ તાત્કાલિક સરકારમાં મોકલવો પડશે. નોડલ અધિકારીની શું જવાબદારી?
 સંકલન કરીને સમયાંતરે ઉપરી અધિકારીને કોર્ટની કાર્યવાહીથી માહિતગાર કરશે
 વિવિધ કોર્ટોના કેસોનું સતત મોનીટરીંગવ કરશે. કોર્ટના આદેશો મુજબ નિયત સમય મર્યાદામાં કાર્યવાહી કરશે
 આવી કાર્યવાહી થાય તે માટે તમામ કચેરીઓને સુચના અપાશે, સરકારને તેનો અહેવાલ મોકલશે.
 સરકારી વકીલો સાથે સંપર્ક જાળવીને સરકારના બચાવ માટે કામ કરશે.
 તે કોર્ટ દ્વારા સરકાર સામે કોઇ નિર્દેશ અપાયો હોય તો 2 દિવસમાં સરકારને જાણ કરાશે.
 કોર્ટ ક્ધટેમ્પ્ટની સ્થિતિ આવશે તો તે માટે સંપૂર્ણ જવાબદાર રહેશે. સરકારને આદેશની ફરજ કેમ પડી?
રાજયની જુદી જુદી નગરપાલિકામાં રજ બજાવતાં કર્મચારીઓ, રોજદારો દ્વારા કાયમી કરવા કે નિવૃતિ બાદ પેન્શન ચુકવણી જેવી બાબતોમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા લેબર કોટ, લોક અદાલત કે ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરાય છે. એમાં સરકારને અનુભવે એવું જણાવ્યું છે કે, સંબંધિત નગરપાલિકાઓમાં કોર્ટના ચુકાદામાં કરવામાં આદેશ અનુસાર અમલીકરણની કાર્યવાહી, ચુકાદા સામે અપીલ ફાઇલ કરવાની કાર્યવાહી ચોકકસ સમય મર્યાદામાં નહીં થવાને કારણે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટ (કોર્ટનું અવમાન)ની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેનાથી રાજય સરકારને વિકટ સ્થિતિમાં મૂકાવું પડે છે.