સ્કૂલોમાં ધો.10ના ગણિત, વિજ્ઞાનના પુસ્તક મળ્યા નથીMay 17, 2019

  • સ્કૂલોમાં ધો.10ના ગણિત, વિજ્ઞાનના પુસ્તક મળ્યા નથી

ક્ષ પરિણામના ચાર દી’ બાકી છતાં પુસ્તકના ઠેકાણા નથી
રાજકોટ તા,17
ગુજરાત રાજય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા રાજયની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં નિ:શુલ્ક પાઠ્યપુસ્તકો પહોંચાડવામાં આવે છે. જોકે આ પુસ્તકો વિદ્યાર્થીઓના પરિણામની સાથે એટલે કે વેકેશનમા મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ હજુ ધો.10ની ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજીના પુસ્તક સ્કૂલોમાં પહોંચ્યા ન હોવાની ફરીયાદો ઉઠી છે. જોકે આ સિવાયના કેટલાક વિષયના પુસ્તકો સ્કૂલમાં પહોંચી ગયા છે. પરંતુ ધો.10મા જે મહત્વના છે તે બે પુસ્તકો હજુ ન પહોંચતા મંડળની વિતરણ પ્રક્રિયા સામે રોષ ફેલાયો છે.
માધ્યમિક કર્મચારી સંઘના સુત્રોના જણાવ્યાં પ્રમાણે ધો.9ની સમાજવિદ્યા, ધો.11 અને 12ની

એકાઉન્ટ, ધો.10ની ગણીત અને વિજ્ઞાનના પુસ્તકો હજુ સુધી સ્કૂલોમાં પહોંચ્યા નથી. આ સિવાય અન્ય માધ્યમના પુસ્તકો પણ સ્કૂલો સુધી પહોંચ્યા નથી. આમ મોટાભાગે વાલીઓ વેકેશન દરમિયાન પુસ્તકો ખરીદી લેતા હોય છે. કારણે ધો.10 અને 12 ના ટ્યુશન વેકેશનમાં જ શરૂ થઇ જતા હોય છે. જેથી ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયના પુસ્તકો વેકેશનમાં ખરીદાય જાય છે.