ધાનાણીએ ઊતાર્યો ઘાણવો, ગાંઠિયાનો!May 17, 2019

  • ધાનાણીએ ઊતાર્યો ઘાણવો, ગાંઠિયાનો!

ધારીના મોણવેલ ગામે શ્રી રામજી મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પરેશ ધાનાણી કોઈને મળવા અચાનક રસોડા સુધી પહોંચી ગયા હતા. દરમિયાન હાજર વ્યક્તિઓ પૈકી કોઈએ તેમને ગાંઠિયા પાડવાનો આગ્રહ કર્યો હતો. જેને લઈને તેઓ હાથમાં જારો લઈ ગાંઠિયા બનાવવા ખુરશી પર બેસી ગયા હતા. અને કુશળ કારીગરની માફક ગાંઠિયા તળવા લાગ્યા હતા. આ સમયે હાજર લોકોએ તેમનો વીડિયો ઉતારી કરી લીધો હતો. જે હાલ  સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. (તસ્વીર: મીલાપ રૂપારેલ, અમરેલી)