વિરોધ પક્ષના નેતાનું પદ વિરજી ઠુમ્મરનેMay 17, 2019

  • વિરોધ પક્ષના નેતાનું પદ વિરજી ઠુમ્મરને
  • વિરોધ પક્ષના નેતાનું પદ વિરજી ઠુમ્મરને

 શોર્ટ લિસ્ટ થયેલા
ચાર નામોમાં બે નામ સૌરાષ્ટ્રના : બ્રિજેશ મેરજા પણ ઓપ્શનલ
રાજકોટ : લોકસભા ચૂંટણીના પરિણામો આડે હવે પાંચ દિવસ પણ માંડ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની જે બેઠક પર સૌથી વધારે નજર કેન્દ્રિત થઈ છે તે છે અમરેલી ! આ બેઠક પર વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની શાખ દાળ પર છે ! સામે તગડા ઉમેદવાર કાછડિયા ટકકર આપી રહ્યા છે ત્યારે તમામ ટ્રેન્ડ કહે છે કે ધાનાણી રેસમાં આગળ છે ! કોંગ્રેસે આથી જ હવે ધાનાણીના સ્થાને વિધાનસભામાં નવા ચહેરાની શોધખોળ કરી દીધી છે. સુત્રો જણાવે છે કે ભારે માથાપરચી કર્યા બાદ જે ચાર નામ શોર્ટલીસ્ટ થયા છે તેમાં બે સૌરાષ્ટ્રના છે પરંતુ અંતિમ મ્હોર કદાચિત વિરજી ઠુમ્મરના નામ પર લાગે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કોની જીત થશે અને કોની હાર થશે તેનો ફેસલો 23 મેના રોજ આવવાનો છે. જોકે, તે પહેલા કોંગ્રેસના સિનીયર નેતાઓમાં રાજ્યમાં હવે વિરોધ પક્ષના નેતાનું પદ કોને મળશે તેનો ગણગણાટ શરુ થઈ ગયો છે. સવાલ એ છે કે જો આ લોકસભા ચૂંટણીમાં અમરેલીથી ચૂંટણી લડેલા પરેશ ધાનાણી જીતી જશે તો તેમના બદલે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ બનશે?
પરેશ ધાનાણી ચૂંટણી જીતે તો તેમને દિલ્હી મોકલાશે કે પછી પક્ષ તેમને સાંસદ પદેથી રાજીનામું આપવા કહેશે તેની ચર્ચા કોંગ્રેસમાં ચાલી રહી છે. ધાનાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું સાંસદ તરીકે કામ કરું કે પછી વિરોધ પક્ષના નેતા તરીકે તેનો નિર્ણય પાર્ટીએ લેવાનો છે. જોકે, આ પ્રશ્ન હું જીતું તો ઉભો થશે, અને મને આશા છે કે હું ચોક્કસ જીતીશ.
જો કોંગ્રેસ ધાનાણીને બદલે કોઈ બીજા પાટીદારને વિરોધ પક્ષના નેતા બનાવે તો તેમાં વીરજી ઠુમ્મર (લાઠી), બ્રિજેશ મેરજા (મોરબી) અને નિરંજન પટેલ (પેટલાદ)માંથી કોઈ એક પાટીદાર નેતા તેમની જગ્યા લઈ શકે તેમ છે. જો કોંગ્રેસ પાટીદારને બદલે આદીવાસી નેતા પર પસંદગી ઉતારે તો અનિલ જોશિયારા (ભિલોડા), મોહનસિંહ રાઠવા (છોટા ઉદેપુર)ના નામ પર વિચારણા થઈ શકે છે. જો દલિત નેતાને આ પદ આપવાનું થાય તો શૈલેષ પરમાર તેની રેસમાં સૌથી આગળ હશે તેમ સૂત્રોનું કહેવું છે