આખા ‘ઘરને દઝાડી’ મહિલાની ‘અગ્નિ સમાધિ’May 17, 2019

  • આખા ‘ઘરને દઝાડી’ મહિલાની ‘અગ્નિ સમાધિ’

 રાજસ્થાની યુવાન સાથે મોબાઈલ પર વાતચીત બની કરુણાંતિકાનું કારણ : પુત્રી-ભાણેજને ઝપટમાં લીધા બાદ ઠારવા વચ્ચે પડેલા પતિ અને સસરા પણ દાઝ્યા!
રાજકોટ તા,17 નણંદ આરતી વેકેશન કરવા પુત્રી સાથે પિયર આવી હતી
જસદણમાં પરિણીતાએ ખેલેલા અગ્નિખેલમાં તેનું મોત નિપજયું હતું. જયારે પુત્રી, ભાણેજ, પતિ, સસરા અને નણંદ દાઝી ગયા હતા. નણંદ આરતીબેન પુત્રી જાનવી સાથે વેકેશન કરવા સાસરેથી માવતરે આવ્યા હતા. ત્યારે ભાભીએ કરેલા અગનખેલમાં તેઓ અને પુત્રી પણ દાઝી ગયા હતા.
જસદણમાં રહેતી કોળી પરિણીતાએ ગત રાત્રે પોતાના ઘરે અગનખેલ ખેલતા ચકચાર મચી જવા પામી છે. કોળી પરિણીતાએ જાતે કેરોસીન છાંટી જાત જલાવી લેતા અને રૂમમાં સુતેલી પુત્રી અને ભાણેજ ઉપર પડતા તેઓ પણ દાજી ગયા હતા. જયારે બચાવવા ગયેલા પતિ-સસરા અને નણંદ પણ દાઝયા હતા. આ બનાવમા ગંભીર રીતે દાઝેલી પરિણીતાનું રાજકોટ હોસ્પીટલમાં મોત નિપજયું હતું. મૃતક પરિણીતા રાજસ્થાની શખ્સ સામે મોબાઈલમાં વાત કરતી હોય જે બાબતે પતિએ ઠપકો આપતા આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ જસદણમાં પાવર હાઉસ પાસે રહેતી દયા વિપુલભાઇ ભેસજાળીયા (ઉ.વ.25) નામની કોળી પરિણીતા તેની પુત્રી કાવ્યા(ઉ.વ.6), ભાણેજ જાનવી રણજીતભાઇ ધાંધલ (ઉ.વ.3) અને તેના સસરા પાંચાભાઇ સવશીભાઇ ભેસજાળીયા (ઉ.વ.75) તે ગત રાત્રે પોતાના ઘરે દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવ્લિ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પરંતુ ગંભીર રીતે ઘવાયેલા દયાબેનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.
પ્રાથમિક તપાસમાં મૃતક દયાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ
(અનુસંધાન પાના નં. 8)
મજુરી કામ કરે છે. દયાબેન કેટરર્સમાં કામે જતા હોય જયાં સાથે કામ કરતાં રાજસ્થાની શખ્સ સાથે અવાર નવાર ફોનમાં વાત કરતી હોવાથી પતિએ અગાઉ પણ ઠપકો આપ્યો હતો અને મોબાઈલ તોડી નાંખ્યો હતો. પરંતુ તેમ છતાં દયાબેનત ફોન પર વાત કરતી હોવાથી ગઇકાલે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો.
દરમિયાન રાત્રે 9 વાગ્યાના અરસામાં દયાબેનના પતિ, સસરા, નણંદ બહાર ફળીયામાં બેઠા હતા ત્યારે દયાબેને રૂમમાં પોતાની જાતે શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લીધી હતી. અને બાદમાં રૂમમા સુતેલી પુત્રી કાવ્યા અને ભાણેજ જાનવી ઉપર પડતા તેઓ પણ દાઝી ગયા હતા અને રાડારાડી થતા ફળીયામાં બેઠેલા પતી, સસરા અને નણંદ બચાવવા દોડતા પતિ વિપુલ, નણંદ આરતી રણજીતભાઇ ધાંધલ (ઉ.વ.25) અને સસરા પણ દાઝી ગયા હતા. જેથી તમામને પ્રથમ જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા દયાબેનનું મોત નિપજયું હતું. આ અંગે જસદણ પોલીસ પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.