સાણંદમાં ‘ફોર્ડ’ કરશે રૂા.700 કરોડનું રોકાણMay 17, 2019

  • સાણંદમાં ‘ફોર્ડ’ કરશે રૂા.700 કરોડનું રોકાણ

ગાંધીનગર તા,17
ગુજરાતના ઓટો હબ બનાવનાર દુનિયાની ટોચની ઓટોમોબાઈલ કંપનીઓ પૈકી એક ફોર્ટ મોટર કંપની રાજ્યમાં હજુ વધુ રોકાણકરવા તૈયારી કરી રહી છે. ઓટો મોબાઈલ ક્ષેત્રે દેશ અને દુનિયામાં જાણિયું બનેલું ગુજરાત હવે ઈલેક્ટ્રિક વાહનો મામલે પણ દુનિયામાં પોતાનું નામ કાઢવા જઈ રહ્યું છે. ફોર્ડ મોટર કંપની અને તેની ભારતીય સબ્સિડરીફોર્ડ ઈન્ડિયાના ટોચના અધિકારીઓનું એક ડેલિગેશન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યું હતું. જેમાં તેમણે કંપનીના પ્રોડકશન પ્લાન્ટના વિસ્તાર અંગે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. અનુરાગ મેરહોત્રા તેમજ કંપનીના ટોચના અધિકારીઓ અને મુખ્યમંત્રી ઓફિસના ટોચના અધિકારીઓ વચ્ચે આ બાબતે બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન ઈન્ડસ્ટ્રી અને માઈન્સ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ પણ હાજર હતા. બેઠક અંદાજીત 40 મિનિટ સુધી ચાલી હતી. ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠક દરમિયાન કંપનીના અધિકારીઓ પોતાના વિસ્તાર પ્લાન અંગે ચર્ચા કરી હતી. સૂત્રો મુજબ ફોર્ડ કંપની આગામી 3-5 વર્ષમાં ભારતમાં 1 બિલિયન ડોલર એટલે કે 70 અબજથી વધુનું રોકાણ કરવા તૈયારી દર્શાવી હતી. ફોર્ડ કંપનીના અધિકારીઓ ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં ઉદ્યોગનિતિઓ અંગે સંતોષ વ્યકત કરતા વધારેમાં વધારે લોકોને રોજગાર આપવાની તૈયારી સાથે રાજ્યમાં પોતાના પ્રોડકશન પ્લાન્ટના વિસ્તાર માટેના પ્લાન અંગે ચર્ચા કરી હતી. જે અંગે એક ઔપચારિક પ્રપોઝલ પણ ટૂંક સમયમાં કંપની તરફથી સરકારને આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ બાબતે જાણકારી રાખનારા સૂત્રોએ જણાવ્યું હતું કે એફએમસીના અધિકારીઓ રાજ્ય સરકાર ઔદ્યોગિક નીતિમાં કોઈ ફેરફાર કરનાર છે કે નહીં તે અંગે પણ જાણકારી માગી હતી. મહત્વ છે કે સાણંદ ખાતે ફોર્ડનો પેસેન્જર કાર ઉત્પાદન કરતો પ્લાન્ટ સ્થાપવામાં કંપની ગુજરાતમાં અત્યાર સુધીમાં 4000 કરોડનું રોકાણ કર્યું છે. જેમાં હાલ લગભગ 2000 જેટલા લોકો રોજગારી મેળવી રહ્યા છે. ફોર્ડ ઈન્ડિયાના પ્રવકતાએ કહ્યું કે ‘આ બેઠક એક ઔપચારિક બેઠક હતી કેમ કે જીમ ગુરાત આવ્યા હતા. અમે ભારત અને ગુજરાતના વિકાસમાં સહભાગી થવા પ્રતિબદ્ધ છીએ. અમે કંપની પોલિસી અંતર્ગત કયારેય અમારા ભવિષ્યના પ્લાન તેમજ રોકાણ અંગે ચર્ચા કરતા નથી. જે કંઈ હશે તે યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે ફોર્ડ મોટરે મહિન્દ્રા ગ્રુપ સાથે કરાર કરીને સ્પોર્ટસ યુટિલિટી વેહીકલ (એસયુવી) બનાવવા જઈ રહી છે. કંપની સાણંદના પોતાના મેન્યુફેકચરિંગ પ્લાન્ટમાં ઈલેકટ્રીક વેહિકલ બનાવવા માગે છે તેવા પણ અહેવાલ સાંપડ્યા છે.