ગાયને બચાવવા જતા ‘સંઘ’પતિની કાર પલટીMay 17, 2019

  • ગાયને બચાવવા જતા ‘સંઘ’પતિની કાર પલટી

ચંદ્રપુર તા.17
મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરના વરોરામાં છજજ પ્રમુખ મોહન ભાગવતના કાફલાની કારને અકસ્માત નડ્યો હતો. રસ્તા પર ઉભેલી ગાયને બચાવવા જતાં કોન્વોયની એક કારે એકદમ શોર્ટ બ્રેક મારી હતી. જેને કારણે કારનું ટાયર ફાટી જતાં કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સીઆઈએસએફના એક જવાનને ઈજા પહોંચી હતી.
ઝેડ સિક્યોરિટી ધરાવતાં મોહન ભાગવત ચંદ્રપુરથી નાગપુર જઈ રહ્યા હતા. તેવામાં વરોરા પાસે ચંદ્રપુર-નાગપુર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. મોહન ભાગવતની કાર ગાયથી બચીને પસાર થઈ ગઈ હતી. પણ તેમના કોન્વોયમાં પાછળ આવતી કારના ડ્રાઈવરને ગાય અચાનક દેખાઈ જતાં તેઓએ શોર્ટ બ્રેક મારી હતી. અને તેને કારણે ટાયર ફાટી જતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ સમયે કારમાં સીઆઈએસએફનાં 6 સુરક્ષા જવાનો બેઠાં હતા. કાર પલટી જતાં એક જવાનને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કોન્વોયની અન્ય ગાડીઓ શિડ્યુલ મુજબ નાગપુર રવાના થઈ ગઈ હતી. જ્યારે ઈજાગ્રસ્ત જવાનને સારવાર અર્થે નાગપુરની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે, 2017માં પણ મોહન ભાગવત કાર અકસ્માતમાં માંડ માંડ બચ્યા હતા. જ્યારે ઉત્તરપ્રદેશના યમુના એક્સપ્રેસ હાઈવે પર તેમની કાર અને અન્ય કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી.