હવે ઈમરાનના અધિકારીઓને વિઝા આપવા USનો ઈનકારMay 17, 2019

  • હવે ઈમરાનના અધિકારીઓને વિઝા આપવા USનો ઈનકાર

વોશિંગ્ટન તા,17
બે અઠવાડિયા અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે પાકિસ્તાન પર નવા વિઝા પ્રતિબંધ લગાવ્યા હતા. હવે આ જ પ્રતિબંધોના કારણે 70 પાકિસ્તાની નાગરિકોને અમેરિકામાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
અમેરિકા પાકિસ્તાન પર એક પછી એક આકરા નિર્ણયો લઈ રહ્યું છે. હવે અમેરિકાએ તેના ત્યાં ગેરકાયદેસર રીતે રહી રહેલા પાકિસ્તાનના 70 જેટલા નાગરીકોને હાંકી કાઢ્યા છે. મહત્વની વાત એ છે કે આ 70 લોકોમાં 3 તો અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ તમામ 70 પાકિસ્તાની નાગરિકો સામે અનેક પ્રકારના ગંભીર આરોપો છે. જો કે, આરોપો અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. વિઝા પ્રતિબંધ લાગુ થયા બાદથી તેઓની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાએ બે અઠવાડિયા અગાઉ જે વિઝા પ્રતિબંધ પાકિસ્તાન પર લગાવ્યા હતા, તેમાં અહીંના સરકારી ઓફિસરો પણ સામેલ છે. જેથી હવે એ બાબત સ્પષ્ટ છે કે, પાકિસ્તાનના અધિકારીઓને પણ હવેથી અમેરિકાના વિઝા સરળતાથી નહીં મળી શકે. આ લોકોને એક સ્પેશિયલ વિમાનથી બુધવારે આ તમામ નાગરિકોને ઇસ્લામાબાદ મોકલાવશે. તેઓ તમામ પર અપરાધિક કૃત્યોમાં સામેલ થવાનો આરોપ છે.
અમેરિકાએ 10 દેશો માટે વિઝા પ્રતિબંધની એક યાદી તૈયાર કરી છે. જેમને વિઝા આપવાની પ્રક્રિયા અત્યંત કડક છે. નવા નિયમો અનુસાર, પ્રત્યર્પણ કરવા છતાં જે દેશ પોતાના નાગરિકોને પરત બોલાવવાનો ઇન્કાર કરતા રહ્યું છે તેમના માટે જ કડક વિઝા નિયમોને વધુ આકરા બનાવવામાં આવ્યા છે. જેમાં એવા દેશો સામેલ છે, જેમના નાગરીક વિઝા મર્યાદા પૂર્ણ થવા છતાં અમેરિકામાં રહે છે. અમેરિકાએ અત્યાર સુધી નવા નિયમો અંગે વિસ્તારથી જાણકારી આપી નથી. વિદેશ વિભાગે માત્ર એટલું જ કહ્યું કે, આ અંગે સંબંધિત દેશો સાથે વાતચીત ચાલી રહી છે.અમેરિકામાં પાકિસ્તાની એમ્બેસીના એક અધિકારીએ કહ્યું કે, કેટલાંક લોકોને પાકિસ્તાન પરત મોકલવામાં આવી રહ્યા છે. જો કે, તેઓએ કહ્યું કે, વિઝા પ્રતિબંધની વાત ખોટી રીતે પ્રસારિત કરવામાં આવી છે. આ મામલો સંવેદનશીલ છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. વાતચીત ચાલી રહી છે. અમે અમેરિકાના વેપારીઓને લોંગ ટર્મ અને વિઝા ઓન અરાઇવલ જેવી સુવિધાઓ આપી છે.