ચીનની કંપનીના ખૌફથી USમાં રાષ્ટ્રીય કટોકટીMay 17, 2019


વોશિંગ્ટન તા,17
અમેરિકા વિશ્વની સૌથી મોટી ટેલિકોમ મેન્યુફેકચરિંગ કંપની હુવાવે પર બુધવારે પ્રતિબંધ લગવ્યો છે. યુએસએના ફાઈનાન્સ વિભાગે હુવાવેને એનટિટિ લિસ્ટમાં મૂકવામાં આવી હોવાની માહિતી આપી છે. આ લિસ્ટમાં સામેલ કંપનીઓ અમેરિકાની સરકારની મંજૂરી વગર ત્યાંની કંપનીઓ પાસેથી કોમ્પોનન્ટ અને ટેકનીક ખરીદી શકતી નથી.
અમેરિકાના ફાઈનાન્સ સચિવ વિલ્બર રોસે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નથી ઈચ્છતા કે બીજા દેશોની કંપનીઓ દ્વારા અમેરિકાની ટેકનીકના ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી નીતીમાં પ્રવેશવામાં કરવામાં આવે.
અમેરિકાના આદેશ મુજબ ત્યાંની કંપનીઓ એ ફર્મના ટેલિકોમ ઉપકરણનો ઉપયોગ નહિ કરી શકે, જેનાથી રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં હોય. જોકે આ આદેશમાં કોઈ દેશ કે કંપનીનું નામ નથી. જોકે અમેરિકા હુવાવેના ઉપકરણોથી જાસૂસી ખતરો હોવાનું કહી રહ્યું છે. તેણે તેના સહયોગી દેશોને પણ કહ્યું હતું કે તે 5જી સેવાઓમાં હુવાવેના નેટવર્કનો ઉપયોગ ન કરે.
જોકે હુવાવેએ તેના ઉપકરણોથી સુરક્ષાને ખતરો હોવાના આરોપથી ઈન્કાર કર્યો છે. કંપનીનું કહેવું છે કે તે અમેરિકા સાથે વાતચીત દ્વારા તેની મુશ્કેલીઓનું સમાધાન કરવા તૈયાર છે.