બજરંગબલીનું જન્મસ્થાન ગુજરાત..!May 17, 2019

  • બજરંગબલીનું જન્મસ્થાન ગુજરાત..!
  • બજરંગબલીનું જન્મસ્થાન ગુજરાત..!

શાસ્ત્રોમાં તો હનુમાનજીના જન્મસ્થળ અંગે અનેક ભિન્ન ભિન્ન મત જોવા મળે છે અને તેના આધારે દેશમાં જુદી
જુદી જગ્યાએ હનુમાનજીના જન્મ અંગે દાવા કરવામાં આવે છે. જોકે આ બધામાં સૌથી વધુ જેને સમર્થન મળ્યું હોય તેવી એક જગ્યા આપણા ગુજરાતમાં જ આવેલી છે. ગુજરાતાના ખૂબ જ પ્રખ્યાત હિલ સ્ટેશન નજીક આવેલ આ પર્વતને હનુમાનજીના માતા અંજનીનું નામ પણ મળે છે. આ જગ્યા એટલે રામાયણ કાળમાં વનવાસ દરમિયાન જે જગ્યાએ શ્રીરામએ સૌથી વધુ રોકાણ કર્યું એટલે દંડકારાણ્ય. રામાણયમાં જે પ્રદેશને દંડકારણ્ય તરીકે ઓળખવામાં આવે છે તેનો એક મોટો વિસ્તાર ગુજરાતના દક્ષિણ છેવાડે ડાંગ જિલ્લામાં પણ આવેલ છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓના પેઢીદર પેઢી ચાલ્યા આવતા લોક સંગીત અને લોકવાર્તાઓમાં જોવા મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધમાં નિકળ્યા હતા ત્યારે અહીંથી જ પસાર થયા હતા. અહીં જ શબરીમાતાએ તેમને બોર ખવડાવ્યા હતા તે સ્થળ શબરીધામ અને પંપા સરોવર પણ આવેલા છે. તે ઉપરાંત હનુમાનજીનો જન્મ પણ ડાંગમાં જ થયો હોવાની માન્યતાના પુરાવા સ્વરૂપે અહીં અંજની ગુફા, માતા અંજનીએ તપ કર્યુ હતુ તે અંજની પર્વત અને બાળ હનુમાન જ્યાં સ્નાન કરતા તે અંજની કુંડ આવેલા છે. સાતપુડાના પર્વતોમાં આવેલુ આ સ્થળ ચોમાસામાં ધોધ અને ઝરણાઓની શોભાથી ખીલી ઉઠે છે. અંજની પર્વતની બરોબર વચ્ચોવચ એક ગુફા આવેલી છે. આ ગુફાને અંજની ગુફાના નામે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ ગુફામાં જ માતા અંજનીએ હનુમાનજીને જન્મ આપ્યો હતો. અહીં પ્રચલિત લોકવાયકાઓ પ્રમાણે અંજની માતાની દાયણ આ ગુફાના ઉપરના ડુંગરમાં રહેતી હતી. જે રોજ નીચે આવી સાફ સફાઇ કરતી. આ દાયણ જ્યાં કચરો નાખતી ત્યાં અંજની પર્વતની પાસે બે નાના ડુગરો બની ગયા હતા. જે આજે ઉકરડો ડુંગર તરીકે ઓળખાય છે. આ દાયણના પગલાઓના નિશાન આજે પણ અહીં જોવા મળે છે. અંજની ગુફા સુધી જવા માટે પર્વત પર સીધું ચઢાણ છે જે થોડું અઘરું છે તેમજ ઉપર જવા માટે કોઈ ખાસ વ્યવસ્થાનો પણ અભાવ છે.