નવ વર્ષની કમલીની ઓસ્કાર સુધી કમાલMay 17, 2019

  • નવ વર્ષની  કમલીની ઓસ્કાર  સુધી કમાલ

નવી દિલ્હી: 9 વર્ષની છોકરી કમલી મૂર્તિ પર બનેલી ડોક્યુમેન્ટ્રી ઓસ્કારમાં નોમિનેટ થઈ છે. આ ફિલ્મ કમલી મૂર્તિ અને તેની મા જે મહેનત કરે છે. તેના પર બની છે. આ ફિલ્મ આગલા વર્ષેના ઓસ્કાર એટલે કે 2020ના અકાદમી પુરસ્કાર માટે પસંદ કરાઇ છે. ગયા વર્ષે તામિલનાડુમાં સ્કેટબોર્ડિંગ સન્સના રૂપમાં કમલીએ હેડલાઈન્સ બનાવી હતી. આ ડોક્યુમેન્ટ્રી 24 મિનિટની છે, જેને નિર્માતા સાશા રેનબોએ નિર્દેશન કર્યું છે. ફિલ્મમાં કમલી મૂર્તિની મમ્મી સુગંતી માટે બતાવવામાં આવ્યું છે કે તે કેવી રીતે રૂઢીવાદી પરંપરાનો સામનો કરીને તેની દીકરીને સ્કેટબોર્ડની ચેમ્પિયન બનાવે છે. કમલીના સલાહકાર આઈને અડવર્ડસે કહ્યું કે, જ્યારે સુગંતી તેના બાળકોને જોવે છે ત્યારે તેના બાળપણને યાદ કરે છે, જે તે કામ સમાજના દબાણના કારણે કરી નહોતી શકી, જે કરવાની ઈચ્છા તે રાખતી હતી. આજે તે ઈચ્છે છે કે કમલી એવી આઝાદી ભોગવે, જે તેના નસીબમાં નહોતી. આ પહેલાં ફિલ્મે અટલાન્ટા ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડોક્યુમેન્ટ્રી એવોર્ડ મેળવ્યો છે. સ્ક્રીનિંગ પછી કમલીને 2020ના અકાદમી પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ કરાઇ. ક્રૂએ ફિલ્મને 6 અઠવાડિયાંમાં શૂટ કરી. એડિટ કર્યા પછી ફિલ્મને 2018ના મુંબઈ ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ મોકલાઇ હતી, જ્યાં તે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ જીતી.   કમલી, તમિલનાડુની એક નાનું માછલી પકડવાવાળું શહેર મહાબલિપુરમની એક માત્ર ફીમેલ ચાઈલ્ડ સ્કેટબોર્ડર છે.
કમલી પહેલી વાર લાઈમલાઈટમાં ત્યારે આવી જ્યારે ટોની હોકની નજર તેની પર પડી હતી. ટોની એક મશહૂર સ્કેટબોર્ડર છે. ટોની હોકે તેની ફેસબુક વોલ પર કમલીના ફોટો શેર કર્યા હતા. ટોની હોક કમલીની સ્કેટિંગ જોઈને અચરજ પામી ગયો હતો. ત્યારબાદ તે એટલો પ્રભાવિત થઈ ગયો કે કમલીના સ્કેટિંગ ફોટો તેની ફેસબુક વોલ પર શેર કર્યા.