જલ પરી : ઘણી વાર નાના ટેણીયાઓ એવું કરી બતાવે છેMay 17, 2019

  • જલ પરી : ઘણી વાર નાના ટેણીયાઓ એવું કરી બતાવે છે

જલ પરી : ઘણી વાર નાના ટેણીયાઓ એવું કરી બતાવે છે કે મોટારાઓ મોંમાં આંગળા નાંખી જાય, અહીં એવી એક ચકોર બહાદુર બાળકીની વાત છે. જેની ઉંમર માત્ર એક વર્ષ છે. આ ઉંમરે બાળકો સરખું ચાલતાં પણ ન શીખી શકે એવી ઉંમરે આ ટેણી પાણીમાં પોતાનું કૌવત બતાવી રહી છે. માંડ એક વર્ષની બાળકીનો સ્વીમિંગ કરતો આ વીડિયો સોશિયલ મીડિયોમાં વાયરલ થઇ રહ્યો છે. એક માસૂમનું આ રીતે સ્વીમિંગ પૂલમાં તરવું અને કરવટ લેવું એ કોઇ ચમત્કારથી ઓછું ના કહેવાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો ફ્લોરિડાનો છે.રિપોર્ટ્સ અનુસાર ફ્લોરિડાના એક વ્યક્તિએ પોતાના બાળકોને નાની ઉંમરથી જ સ્વીમિંગ શીખવાડવાનો નિર્ણય લીધો હતો કે જેથી કે તેઓ પાણીમાં રહીને પોતાને સારૂ અને ઉત્સાહસભર અનુભવી શકે. આ વ્યક્તિનું કહેવું છે કે, એમની પુત્રીએ નવ મહિનાની ઉંમરથી જ સ્વીમિંગ શીખ્યું હતું જે બાદ તે સારી સ્વીમર બની છે.