બ્રિટની સ્પિયર્સના ‘શો’નો ધી એન્ડ?May 17, 2019

  • બ્રિટની સ્પિયર્સના ‘શો’નો ધી એન્ડ?

ન્યૂયોર્ક: બ્રિટની સ્પીયર્સના ફેન્સ માટે એક ખુબ જ આધાતજનક સમાચાર આવ્યા છે. પોતાની સિંગિંગથી બધાનું હૃદય જીતનાર બ્રિટની સ્પીયર્સના મુદ્દે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે હવે ક્યારે પણ પર્ફોમ નહી કરે. આ વાતની માહિતી તેના મેનેજર લેરી રુડોલ્ફએ આપી હતી. એક ઇન્ટરવ્યુમાં લેરીએ કહ્યું કે, મે તેની અડધાથી વધારે જીવનમાં તેની સાથે રહ્યો છું, તે મારી પુત્રી જેવી છે. આ મારા માટે ખુબ જ ભાવનાત્મક સમય છે. હું ઇચ્છું છું કે તે ખુશહાલ અને શાંતી ભરેલું જીવન શોધે. હવે તે માત્ર પોતાનાં કેરિયરની વાત નથી, પરંતુ હવે તેનું જીવનની વાત છે. આ પ્રકારે બ્રિટની સ્પીયર્સના ફેન્સને આઘાત લાગી શકે છે.
હાલના દિવસો બ્રિટની સ્પીયર્સ ડિપ્રેશનની બિમારી સામે જઝુમી રહી છે. બ્રિટનીના પહેલા આલ્મબમ ‘બેબી...વન મોર ટાઈમ’1999 માં રિલીઝ થયું હતું. પોતાના પહેલા આલ્બમથી જ બ્રિટની પોપ સિંગીગના વિશ્વમાં અનોખી સફળતા પ્રાપ્ત કરી હતી. ડિપ્રેશનના કારણે લાંબા સમયથી તેનો કોઇ પણ આલ્બમ રિલિઝ તઇ શક્યો નથી. એવામાં બ્રિટની સ્પીયર્સના મેનેજરનું આ નિવેદન ફેન્સને નિરાશ કરનારુ છે.