મેચ પૂર્વે સેક્સની સલાહ મોટી ભૂલ: પૂર્વ કોચMay 17, 2019

  • મેચ પૂર્વે સેક્સની સલાહ  મોટી ભૂલ: પૂર્વ કોચ

નવીદિલ્હી તા,17
ભારતીય ટીમના પૂર્વ મેંટલ કંડીશનિંગ કોચ પૈડી અપ્ટને પોતાનાં પુસ્તકમાં ચોંકાવનારી વાત કરી છે. તેમણે પોતાનાં નવા પુસ્તક ધ બેયરફુટ કોચમાં ટીમ ઇન્ડિયા મુદ્દે એવી વાતો લખી છે અને એવા ખુલાસા કર્યા છે જેને જાણીને કોઇ પણ વ્યક્તિ ચોકી ઉઠશે. જેમાં તેમણે પોતાની સૌથી મોટી ભુલ તે વસ્તુને ગણાવી છે જેમાં તેણે મેચ પહેલા ખેડાલીઓને સેક્સ કરવા માટેની સલાહ આપી હતી. પૈડી અપ્ટન ભારતીય ટીમના પૂર્વ મેંટલ કંડીશનિંગ કોચની સાથે સાથે આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સનાં મુખ્ય કોચ પણ હતા. હાલમાં જ આવેલા તેમના પુસ્તકે ક્રિકેટ જગતમાં તહેલકા મચાવી દીધો છે. આ પુસ્તકમાં અપ્ટને ઘણા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. આ પુસ્તકમાં અપ્ટને સંબંધ બનાવવા અંગે સ્પષ્ટતા કરી છે અને લખ્યું કે, મે ટીમ ઇન્ડિયાના ખેલાડાઓને કંઇ પણ કરવા માટે નહોતુ કહ્યું. હું તો માત્ર કહી રહ્યો હતો ત્યાર બાદ મીડિયાએ જે સંદર્ભ લીધો, તે માત્ર જોક હતો જે મે તેમને જણાવ્યું હતું. ઇન્ડિયન પ્લેયર્સને એવુ કરવા માટેની સલાહ નહોતી આપી. જો કે આ મારી સૌથી મોટી ભુલ હતી.