આખી ટીમનો સ્કોર ‘શૂન્ય’!May 17, 2019

  • આખી ટીમનો સ્કોર ‘શૂન્ય’!

કોચી તા.17
0,0,0,0,0,0,0,0,0! આ આંકડાને જોઇ તમે પણ ચોક્કસ હેરાન થઇ જશો. પરંતુ કોચ્ચીના કસારાગોડમાં રમાયેલ અંડર-19 ગર્લ્સ ટીમની 10 બેટસવિમેને આ સ્કોર બનાવ્યો. આ સ્કોર ઇંટર-ડિસ્ટ્રિક મેચમાં બનાવ્યો જ્યાં કસારાગોડની ટીમનો મુકાબલો વાયનાડની અંડર-19 ટીમ સાથે થયો. આ મેચ બુધવારના રોજ મલ્લાપુરમના પેરિનથલમન્ના સ્ટેડિયમમાં રમાઇ. એટલું જ નહીં તમામ 10 બેટર્સ એક જ રીતે આઉટ થયા. તમામ ક્લીન બોલ્ડ થાય અને તેને ક્રિકેટ ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવી દીધો. જો કે તમામ બેટ્સવિમેન જેમાં નોટ આઉટ બેટર પણ સામેલ હતી, ખાતું ખોલાવ્યું નહોતું. કસારાગોડની ટીમ બોર્ડ પર ચાર રન ચોક્કસ જોડી શકયા જેમાં વાયનાડના બોલર્સનું યોગદાન રહ્યું, ચાર રન મળ્યા તે પણ એક્સ્ટ્રાના હતા. વાયનાડની ટીમને જીત માટે 5 રન જરૂરી
હતી, જે એક ઓવરમાં મેળવી
લીધા અને મુકાબલો 10 વિકેટથી જીતી લીધો.