વર્લ્ડકપ પહેલાં કોહલી અને અનુષ્કાની ગોવામાં મોજમજાMay 17, 2019

  • વર્લ્ડકપ પહેલાં કોહલી અને  અનુષ્કાની ગોવામાં મોજમજા

નવી દિલ્હી તા. 17
આઈસીસી વર્લ્ડ કપનો પ્રારંભ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી થવા જઈ રહ્યો છે. વિશ્વકપ શરૂ થવામાં હવે માત્ર 12/13 દિવસનો સમય બાકી છે. તેવામાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે ગોવામાં રિલેક્સ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ઘણી તસ્વીરો વાયરલ થઈ રહી છે. આ તસ્વીરો પ્રમાણે વિરાટ અને અનુષ્કા હાલમાં ગોવામાં ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર ફેન્સે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ઘણી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં વિરાટ અને અનુષ્કા પોતાના કોઈ મિત્ર સાથે એક રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ એન્જોય કરી રહ્યાં છે. હાલમાં એક ઈન્ટરવ્યૂ દરિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે ટીમ 30 મેથી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે સંપૂર્ણ પણે તૈયાર છે.
કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, મને લાગે છે કે અમે તૈયારી પૂરી કરી લીધી છે. હવે છેલ્લી વસ્તુ બાકી છે રવાના થવાની. તમે તે 15 ખેલાડીઓ ઈચ્છો છો જે ગમે ત્યારે અમે ગમે ત્યાં રમી શકે. તેવામાં વિરાટ કોહલી રિલેક્સ મૂડની સાથે અને આઈપીએલના વ્યસ્ત કાર્યક્રમ બાદ રિલેક્સ થવા માટે ગોવા પહોંચી ગયો છે. સોશિયલ મીડિયા પર વિરાટ અને અનુષ્કાના કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે. ગોવા એરપોર્ટથી પણ ફેન્સે વિરાટ અને અનુષ્કાની ઘણી તસ્વીરો શેર કરી છે.