ડેડાણમાં સતત બીજા દિવસે મહિલાઓનો પાણી માટે હંગામોMay 17, 2019

  • ડેડાણમાં સતત બીજા દિવસે મહિલાઓનો પાણી માટે હંગામો

 ગ્રામપંચાયત કચેરીનો ઘેરાવ : મહિલાઓનાં આકરા તેવરથી અધિકારીઓ દોડ્યા, તાત્કાલિક ટેન્કર ફાળવાયું
ડેડાણ/ખાંભા,તા.17
ખાંભાના ડેડાણ ગામે બીજા દિવસે પણ પાણી માટે મહિલાઓએે હોબાળો મચાવ્યો હતો. મફતપરા વિસ્તાર ની મહિલા બની રણચંડી ગ્રામપંચાયત કચેરીને કર્યો ઘેરાવ કરતા ખાંભા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ખાંભા પોલીસનો કાફલો દોડી ગયો હતો. ડેડાણમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે પાણી નહી મળતા મહિલાઓ આક્રમક બની છે. આજે બીજા દિવસે પણ મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરી આક્ષેપ કર્યો હતો કે ગ્રામપંચાયત ના સરપંચ પર વહાલા દવલાની નીતિ રાખે છે તેના કારણે છેવાડાના વિસ્તારમાં પાણી મળતુ નથી મહિલાઓનો રોષ પારખી ખાંભા મામલતદાર દ્વારા ડેડાણ ગ્રામપંચાયતમાં સરપંચ અને ચૂંટાયેલા સભ્યોની મીટિંગ બોલાવી છે. મફતપરા વિસ્તાર માં ગ્રામપંચાયત ના નળ કનેકશન સિવાય પાણી નો કોઈ જ બીજો વિકલ્પ નથી.. ગ્રામપંચાયત ના નળ વાટે પાણી ન આવે તો 1 કિમિ દૂર ગ્રામપંચાયત ના સંપ સુધી પાણી ભરવા જવું પડે છે.
મફતપરા વિસ્તાર ની મહિલા ઓના આકારા મિજાજ ને લઈ તાત્કાલિક પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાંભા મામલતદાર દ્વારા તલાટી મંત્રી ને આ વિસ્તાર માં નિયમત પાણી માટે જવાબદારી સોંપવામાં આવી છે ફરીવાર આ વિસ્તાર માં પાણી ને લઈ કોઈ વિવાદ ન ઉભો થયા તેની કડક શબ્દો માં આપવામાં આવી સૂચનાઆપવામાં આવી છે.