બિહારીએ મોટી ખાવડીમાં ખોલી ‘ગાંજાની દુકાન’!May 17, 2019

  • બિહારીએ મોટી ખાવડીમાં ખોલી ‘ગાંજાની દુકાન’!

ક્ષ બિહાર અને સુરતથી ગાંજો મંગાવી મજૂરોને વેચતાની બાતમીથી એસઓજી ત્રાટકી
જામનગર,તા.17
જામનગર જીલ્લાનાં મોટી ખાવડીમાં ભાડેથી ઓરડી રાખીને રહેતો બિહારનો શખ્સ ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમીનાં આધારે એસ.ઓ.જી. પોલીસ ટીમએ દરોડો પાડયો હતો. અને 137પ ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો.
લાલપુર તાલુકાનાં મોટી ખાવડીમાં રહેતા સહિન્દ્ર હરદેવ સહની નામનો ર6 વર્ષનો બિહારી યુવાન ગાંજાનું વેચાણ કરે છે તેવી બાતમી એસ.ઓ.જી. પોલીસને મળી હતી આથી ગત રાત્રે પોલીસે દરોડો પાડયો હતો. આ સમયે તેનાં ઘરમાંથી 137પ ગ્રામ ગાંજો મળી આવતાં રૂા.8રપ0 ની કિંમતનો ગાંજાનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી તેની સામે નાર્કોટીકસની કલમ મુજબ ગુન્નો નોધવામાં આવ્યો હતો. આરોપીની પુછપરછમાં તે ગાંજાનો જથ્થો સુરત અને બિહારથી લાવતો હોવાનું અને મોટી ખાવડીની મજુર વસાહતમાં વેચાણ કરતો હોવાની કબુલાત આપી હતી. આથી પો.સ,ઈ. વાઢેરએ વધુ તપાસ હાથ ધરી છે.