એક જ પરિવારમાં થનાર ત્રણ બાળલગ્ન અટકાવાયાMay 17, 2019


મોરબી : મોરબી તાલુકામાં એક જ પરિવારમાં ત્રણ બાળલગ્ન થતા હોવાની જાણ થતાં સમાજ સુરક્ષાની ટીમે ત્યાં દોડી જઈને આ બાળ લગ્ન અટકાવ્યા હતા. છેલ્લા દસ દિવસમાં નવ બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા. મોરબી તાલુકામાં એક જ પરિવારમાં 3 લગ્નનું આયોજન હોય જેમાં બાળ લગ્ન થતા હોય તેવી સમજ સુરક્ષા કચેરી ખાતે ફરિયાદ મળી હતી. જે ફરિયાદનાં આધારે પરિવારનાં ઘર પર તપાસ કરતા દીકરા-દીકરીની ઉંમરની સ્થળ પર ખરાઈ કરતા 2 દીકરી અને 1 દીકરાની ઉંમર કાનૂની મર્યાદા કરતા ઓછી હોય, જે બાળ લગ્ન હોય તેથી મોરબી સમાજ સુરક્ષા અધિકારી અનીલા એફ પીપલીયા પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ, બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશીયા, રંજનબેન મકવાણા સહિતનાએ સમાજ સુરક્ષા ટીમ તથા તાલુકા પોલીસને સાથે રાખી વાલીને બાળ લગ્ન અંગે કાયદાની સમજ આપી લગ્ન અટકાવ્યા હતા જો કે છેલ્લા દસ દિવસમાં સમાજ સુરક્ષાની ટીમે મોરબી જિલ્લામાંથી નવ બાળલગ્ન અટકાવ્યા હતા.