લોકસભા ચૂંટણીનાં પરિણામો વોટર એપ્લિકેશન પર લાઈવMay 17, 2019

  • લોકસભા ચૂંટણીનાં પરિણામો વોટર એપ્લિકેશન પર લાઈવ

 23મીએ ચૂંટણીપંચની વેબસાઈટ પર પણ રિઝલ્ટ અપડેટ થશે
જૂનાગઢ તા.17
લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અનવયે તા.23/5/2019ના રોજ જૂનાગઢ લોકસભા બેઠક માટેની મત ગણતરી કૃષી ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ જૂનાગઢ
ખાતે યોજાશે.
લોકસભા સામાન્ય ચૂંટણીની મતગણતરીનો આરંભ સવારના 8 કલાકથી થનાર છે. જૂનાગઢ સહિત ભારતના તમામ સંસદીય મત વિસ્તારની ચૂંટણીના પરીણામલક્ષી અધતન માહિતી લોકોને મળી રહે તે માટે વોટર હેલ્પલાઈન એપ્લીકેશન તેયાર કરવામાં આવી છે.
જેને ગુગલ પ્લે સ્ટોરમાંથી વોટર હેલ્પલાઈન એન્ડ્રોઇડ એપ્લીકેશન ડાઉલોડ કરી તેમાં ઈલેકશન - કરન્ટ ઈલેકશન ટેબમાંથી 13-જૂનાગઢ સંસદીય મત વિસ્તાર સહીત ભારતના તમામ સંસદીય વિસ્તાર માટે લોકસભા સામાન્ય ચૂંટણીના મતગણતરી અને પરિણામની તમામ માહિતી મેળવી શકશે. આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા નિયત થયેલ વેબસાઈટ ૂૂૂ.યભશયિતીહતિં.ક્ષશભ.શક્ષ પરથી પણ માહીતી મેળવી શકશે તેમ ચુટણી તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે.