રેલનગરમાં વૃધ્ધાને લાકડીથી માર માર્યોMay 16, 2019

  • રેલનગરમાં વૃધ્ધાને લાકડીથી માર માર્યો

 રાજકોટ તા. 16 રેલનગરમાં સાધુ વસવાણી કુજ રોડ પર અમૃત રેસીડન્સીમાં રહેતા સરોજબેન છબીલદાસ ડોડીયા (ઉ.વ.71) નામના વૃધ્ધા સાવરે પોતાના ઘરે હતા ત્યારે આરાધનાબેન ગુમાનસિંહે કોઇ કારણસર ઝઘડો કરી લાકડી વડે માર મારતા તેમને સારવારમાં ખસેડાયા હતાં. આંબેડકરનગરમાં યુવાને ફિનાઇલ પીધું ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા અશ્ર્વિન જીવાભાઇ દવેરા (ઉ.વ.25) નામના યુવાને ગત રાત્રે અગમ્ય કારણસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો આ અંગે માલવિયાનગર પોલીસમાં એન્ટ્રી નોંધાઇ છે. રૈયાધારમાં યુવાનને માર મારી ઝેરી પ્રવાહી પીવડાવ્યું શહેરના રૈયાધારમાં રહેતો જયેશ હમીરભાઇ બગડા (ઉ.વ.38) નામનો દલિત યુવાન ગત સાંજે ઘર પાસે હતો ત્યારે હરિએ ઇટ વડે મોઢા પર માર મારી ઝેરી પ્રવાહી પીવડાવી દેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જંગલેશ્ર્વરમાં યુવાન પર દારૂડિયા શખ્સનો છરી વડે હુમલો શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં કસેની ચોકમાં રહેતો ઇમરાન અસલમભાઇ પઠાણ (ઉ.વ.28) નામનો યુવાન ગત મોડી રાત્રે પોતાના ઘરે હતો ત્યારે નદીમ નામના શખ્સે દારૂના નશામાં ઘસી આવી છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.