રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસMay 16, 2019

રાજકોટ તા.16
શહેરના 150 ફુટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતી મિસ્ત્રી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતની પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. પતિ શંકા કરતો હોવાથી તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જાણવા મળત વિગત મુજબ રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતી હિના ભાવેશભાઇ ધાંગધરીયા (ઉ.વ. 30) નામની મિસ્ત્રી પરિણીતાએ આજે વહેલી સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
પ્રાથમિક તપાસમાં હીનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે થતી અવાર નવાર શંકા કરી ઝઘડો કરતી હોય જેથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.