માર્કેટિંગ યાર્ડે બકાલું ભરવા માતાની મદદે આવેલા યુવકનું ટ્રેક્ટરની હડફેટે મોતMay 16, 2019

રાજકોટ તા.16
રાજકોટમાં પોલીસની સતર્કતા હોવા છતાં અકસ્માતના બનાવો નોંધાઈ રહ્યા છે ત્યારે માર્કેટિંગ યાર્ડ માતાને બકાલાના કામમાં મદદે આવેલા યુવકને સંતકબીર રોડ ઉપર ટ્રેક્ટરે ઠોકરે ચડાવતા મોત નીપજ્યું છે.
શહેરના નાના મૌવા સર્કલ પાસે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો અને પંચરનું કામ કરતો સંજય રતાભાઈ રાઠોડ નામનો 25 વર્ષીય યુવકે તેની માતાને બકાલાનો વ્યવસાય હોય જેથી સવારે જુના માર્કેટિંગ યાર્ડ બાઈક લઈને માતાને મદદે આવ્યો હતો સાડા પાંચેક વાગ્યે પરત ઘરે જતો હતો ત્યારે સંતકબીર રોડ ઉપર દુધેશ્વર મહાદેવ મંદિર નજીક જી જે 3 જે સી 0526 નંબરના ટ્રેક્ટરના ચાલકે ઠોકરે ચડાવતા સંજય ફંગોળાઈ ગયો હતો અંગે ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે આર સરવૈયા અને સંજયભાઈ કુમારખાણીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી સંજય અપરણીત હોવાનું અને ચાર ભાઈ બે બહેનોમાં સૌથી નાનો હોવાનું જાણવા મળ્યું છે યુવકના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.